અમદાવાદઃ શહેરના કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તીર્થ રાજ એપાર્ટમન્ટના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી છે. અંદાજિત 40 વર્ષના પુરુષની લાશ છે. આ લાશ કોની છે તેની પરખ નથી થઈ. શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.સ્થાનિકે જણાવ્યું હતું કે, આજે સવારે 6.30 વાગ્યે નીમાબેન લાશ જોઇ હતી. જેમને અન્ય લોકોને જાણ કરી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. સોસાયટીમાંથી લાશ મળી આવતાં રહીશો ચિંતિત બન્યા છે. જોકે, સોસાયટીમાંથી કોઈ વ્યક્તિએ હજુ ઓળખ કરી નથી.