રાજધાની દિલ્હીના હાર્દસમા ઘણા વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ ઉપદ્રવીઓ પોલીસને થાપ આપીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને તેની પ્રાચીર પરથી તેમના સંગઠનનો ધ્વજ લહેરાવી દીધો હતો.
* ઉપદ્રવીઓ નિયત રૃટ્સથી ભટક્યા, લાલકિલ્લા પર ગેરકાયદેસર દેખાવ કર્યો..
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે ખેડૂતોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી.
*પોલીસે ટીયરગેસનો મારો ચલાવીને તથા હળવો લાઠીચાર્જ કરીને ઉપદ્રવીઓને ભગાડ્યા.
રાજધાની દિલ્હીના હાર્દસમા ઘણા વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ ઉપદ્રવીઓપોલીસને થાપ આપીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાંથી રાષ્ટ્રધ્વજ ઉતરાવી લીધો હતો અને તેને બદલે તેમના સંગઠનનો ધ્વજ લહેરાવી દીધો હતો. ત્યાર બાદ ખેડૂતોએ લાલ કિલ્લાનો કબજો કરી લીધો હતો. જોકે પોલીસ તાબડતોબ લાલ કિલ્લા પર પહોંચી જઈને ખેડૂતોને મનાવવા લાગી હતી. તેમ છતા પણ તેઓ માન્યા નહોતા અને છેવટે પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો હતો તથા હળવો લાઠીચાર્જ કર્યો હતો.
ઉપદ્રવીઓએ કાયદો હાથમાં લીધો લાલ કિલ્લા તરફ જવાની પરમિશન પણ નહોતીદિલ્હી પોલીસે ખેડૂતોને કાયદા હાથમાં ન લેવાની તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની તથા ટ્રેક્ટર રેલી માટે પૂર્વ નિર્ધારીત રૃટ્સ પર પરત જવાની વિનંતી કરી હતી. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં લાલ કિલ્લાનો રૃટ નિયત કરાયો નથી તેમ છતા પણ ખેડૂતો ત્યાં ધસી ગયા હતા અને દેખાવ કરવા લાગ્યા હતા. દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે પોલીસે ખેડૂતોને ફક્ત નિયત રૃટ પર જ ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી. પરંતુ ખેડૂતોએ સેન્ટ્ર્લ દિલ્હી તરફ કૂચ કરવાની જીદ પકડી હતી.
” આંદોલનની છબી ખરડવા રાજકીય ષડયંત્ર : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે”.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એવુ જણાવ્યું કે અશાંતિ સર્જનાર લોકોની ઓળખ થઈ છે તેની અમને ખબર છે. કેટલાક રાજકીય પક્ષના લોકો ખેડૂત આંદોલનની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારો દેખાવ શાંતિપૂર્ણ છે પરંતુ આ કેટલાક લોકોનું રાજકીય ષડયંત્ર છે.