અમદાવાદ: મણિનગરના ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મીભવન બંગલોમાં જુગાર રમતી 8 મહિલાના રંગમાં પોલીસે બુધવારે સાંજે ભંગ પાડી જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. મણિનગર પોલીસે તમામ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી રોકડ અને 6 મોબાઈલ ફોન મળી રૂ.72300નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મણિનગર પોલીસને બાતમી મળી હતી કે, ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મીભવન બંગલોમાં કેટલીક મહિલા જુગાર રમી રહી છે. બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા બંગલોના પહેલા માળે જુગાર ચાલતો હોવાની માહિતી મળી હતી. પોલીસ પહેલા માળે પહોંચી તો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતા એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી રેડ કરતા બેડરૂમમાં 50 થી 70 વર્ષની મહિલાઓ પૈસા પાનાંથી હારજીતનો જુગાર રમતી હતી.
પોલીસે સ્થળ પર રેડ કરી રૂ. 25000 હજારની ટોકડ અને રૂ.47,300ના છ મોબાઈલ ફોન મળી કુલ રૂ.72,300નો મુદાદામાલ જમા લીધો હતો. પોલીસે જુગાર રમતી તમામ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જે 8 મહિલા વિરૂધ્ધ ફરિયાદ થઈ તેમાં મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા (ઉં,70), કિરણબહેન સંજયભાઈ વાધવા (ઉં,50) બન્ને રહે, લક્ષ્મીભવન, મણિનગર, મીનબહેન લીલારામ મેઘાણી (ઉં,52)રહે, અંબાજી મંદિર અંદર,ઠક્કરનગર, તુલસીબહેન ગોપાલદાસ તણવાની (ઉં,54) રહે,ગણપતી ગલી, દક્ષિણી,મણિનગર, તારાબહેન ભગવાનદાસ ભાગનાણી (ઉં,50), રહે, હિન્દુસ્તાન, ચાર માળિયા, વટવા, માયાબહેન જેઠાનંદ ચાવલા (ઉં,58) રહે,જી વોર્ડ કુબેરનગર, વિદ્યાબહેન ભેરૂમલા નેનવાણી (ઉં,70),રહે, અંજલી કોર્નર ફ્લેટ, રમણનગર,મણિનગર અને કૌશલ્યાબહેન રાજેશભાઇ જંજાણી (ઉં,60), રહે, બગીચા ગલી,ઠક્કરનગર, કૃષ્ણનગરના નામ સામેલ છે.