પોરબંદરના RDX લેન્ડિંગ કેસની તપાસ કરનાર IPS મોથલીયા સુરતના IPS સરવૈયા સહિત 19 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ.

પોરબંદરના RDX લેન્ડિંગ કેસની તપાસ કરનાર IPS મોથલીયા સુરતના IPS સરવૈયા સહિત 19 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ.

Share with:


પ્રજાસત્તાક દિવસની પૂર્વ પૂર્વ સંધ્યાએ ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસનાં 19 પોલીસ ઓફિસર-કર્મચારીને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભૂતકાળમાં ચકચારી એવા પોરબંદરનાં ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા હાલનાં બોર્ડર રેન્જનાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) એવા IPS ઓફિસર જે.આર.મોથલીયા સહિત IG અર્ચના શિવહરે ઉપરાંત 19 પોલીસ ઓફિસર્સ અને કર્મચારીનો  સમાવેશ થાય છે. 

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે, ગુજરાતની બોર્ડર રેન્જનાં આઈજી જે.આર.મોથલીયા, સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં આઈજી અર્ચના શિવહરેને વિશિષ્ઠ પ્રશંનિય સેવા બદલ પોલીસ મેડલ આપવામાં આવ્યો છે. આ બને IPS ઓફિસર ઉપરાંત અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.શાહ અને કે.જે.ચાંદનાને પણ વિશિષ્ઠ સેવા બદલ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાંસકાંઠાના એસપી આર.કે.પટેલ, સુરત શહેરનાં ડેપ્યુટી એસપી આર.આર.સરવૈયા, કમાન્ડો ટ્રેનીંગનાં ડીવાયએસપી બી.ડી.માલી, ચેતક કમાન્ડો ફોર્સના Dy.SP આર.એલ.બારડ, SRP જૂથ-12નાં ડીવાયએસપી વી.આર.ઉલવા, SRP જૂથ-14નાં ડીવાયએસપી કે.પી.પટેલ, CID-IBનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવી, SRP જૂથ-18નાં વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.પટેલ, સુરત શહેરના PSI જીતેન્દ્ર વી. પટેલ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ બી.એલ.ગોહેલ, પાટણ જિલ્લાના સબ ઇન્સ્પેક્ટર ડી.એન.ચૌહાણ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં હેડ કોન્સ્ટેબલ એચ.બી.બામણિયા, સુરત શહેરના હેડ કોન્સ્ટેબલ વાય.એન.કોસડા, SRP જૂથ-3નાં ASI કિરીટ જયશવાલ અને રાજકોટ રૂરલનાં એન.કે.પંપાણિયાનો સમાવેશ થાય છે. ગુજરાતનાં ડીજીપી આશિષ ભાટિયા દ્વારા આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીને અભિનંદન આપવામાં આવ્યા છે તેવું DGP ઓફિસના PRO દવારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

IPS  મોથલીયાએ મુંબઇ બ્લાસ્ટમાં વપરાયેલા હથિયારો પકડેલા

ગુજરાતની બોર્ડર રેન્જનાં આઈજી એવા IPS ઓફિસર જે.આર.મોથલીયાને ભારતનો પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે. 1996માં ડેપ્યુટી એસપી તરીકે પોલીસ ઑફિસરની કારકિર્દી શરૂ કરનારા મોથલીયાએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક કામગીરી કરેલી છે. જેમાં 1992માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટમાં વપરાયેલા હથિયારોને તેમણે પોરબંદરનાં ગોસાબારા ખાતેથી રિકવર કર્યા હતા. આ ઉપરાંત તેમણે RDX લેન્ડિંગ પ્રકરણના ચકચારી મમ્મુ મિયાં પંજુ મિયાં કેસની પણ તપાસ કરી હતી. રાજ્યના બનાસકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, મહેસાણા સહિત અમદાવાદ શહેરમાં તેમણે ફરજ બજાવી ચુક્યા છે. પાટીદાર આંદોલન દરમિયાન મહેસાણા સમગ્ર આંદોલનનું એપિસેન્ટર હતું ત્યારે તેઓએ ત્યાં ફરજ બજાવી હતી. હાલમાં આઈજી મોથલીયા બોર્ડર રેન્જમાં તૈનાત છે ત્યારે તેમણે પોલીસ મિત્ર નામની યોજના પણ શરૂ કરી છે. જેને લીધે લોકો અને પોલીસ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ વિકસી રહ્યા છે.

સુરતઃ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા સહિત 4ની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી

દીર્ઘકાલીન સારી કામગીરીને ધ્યાને લઈ રાષ્ટ્રપતિ તરફથી વર્ષમાં બે વખત એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગણતંત્રની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનાં નામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયા સહિત ચારનો સમાવેશ થતાં પોલીસ બેડામાં આનંદની લાગણી પ્રસરી છે. 

જાહેર પોલીસને પડકારરૂપ અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા આર.આર. સરવૈયાની કામગીરી પહેલેથી જ પરિણામલક્ષી રહી છે. મિલનસાર સ્વભાવના કારણે સૌના પ્રિય એવા સરવૈયાની આ એવોર્ડ માટે પસંદગી થતાં તેમના પર પ્રશંસાનો ધોધ વહ્યો હતો. પ્રત્યેક પોલીસ કર્મચારીથી લઈ અરજદારને કોઇ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ખાસ તકેદારી રાખનારા એસીપી આર.આર. સરવૈયાનું પોલીસમાં અને પ્રજામાં માનભર્યું સ્થાન છે. તેમના પ્રતિ આદરની લાગણી વ્યક્ત કરનારાઓ મોટી સંખ્યામાં તેમની કચેરી ખાતે પહોંચ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

આઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ડેપ્યુટેશન પર સેક્ટર-2માં કાર્યરત જિતેન્દ્ર વિઠ્ઠલ પટેલે પણ તેમના કાર્યકાળ દરમિયાન અનેક ગુનાના ભેદ ઉકેલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની દીર્ઘકાલીન કામગીરીને ધ્યાને લઈ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે તેમની પણ પસંદગી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ કોસાડાની તપાસના કાગળો તૈયાર કરવામાં માસ્ટરી છે. ઝીણામાં ઝીણી બાબતનો ઉલ્લેખ કરી ગુનેગારને વધુમાં વધુ સજા થાય તેવા પ્રયાસો હંમેશા કરનારા યોગેન્દ્રસિંહ કોસાડાની પણ આ એવોર્ડ માટે પસંદગી થતાં તેમના પર પણ અભિનંદનની વર્ષા વરસી હતી. લોક ડાઉન દરમિયાનતાપી નદીમાં ડૂબી રહેલા બે મહિલાનો જીવ બચાવનારા કોન્સ્ટેબલ રામસી રત્નાભાઈ રબારીની ઉત્તમ જીવન રક્ષા પદક માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ એવોર્ડ માટે અન્ય એક પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવીની પણ પસંદગી કરવામાં આવી છે. જે હાલમાં આઈબી-ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. પોઈ ગઢવીનો પોલીસ કર્મચારી તરીકેનો કાર્યકાળ સુરતથી શરૂ થયો હતો. કોન્સ્ટેબલ તરીકે સુરતમાં ફરજ બજાવનારા એચ.એમ. ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા. છેલ્લે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી તે સમયે સંખ્યાબંધ અટપટા ગુનાનો ભેદ ઉકેલવામાં એચ.એમ. ગઢવીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આ દીર્ઘકાલીન કામગીરીને ધ્યાને લઈ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

Share with:


News