કચ્છના મુન્દ્રા પોલીસે ઘરફોળ ચોરીની શંકામાં 3 યુવકોને પોલીસ ચોકીમાં માર્યો હતો. જેમાં 1 યુવકનું પોલીસ ચોકી માં જ મૃત્યું થયા સનસનાટી મચી જવા પામી છે. જયારે 2 યુવાનને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 1 યુવાનની તબિયત વધારે લથળતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બીજા યુવકનું પણ મોત નીપજતા આ આખી ઘટનાએ ગુજરાતમાં ચકચાર જગાવી છે..

સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જનાર મુન્દ્રાના કસ્ટોડીયલ ડેથ મામલે (Custodial Death Case)આજે કેસમાં દુર્ભાગ્યપુર્ણ નવો વણાંક આવ્યો છે. 3 યુવકો પર પોલિસે દમન ગુજાર્યા બાદ એક યુવાનનુ પોલીસ કસ્ટોડીયલમાં પહેલા જ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે યુવકોને સારવાર માટે ભુજ ખસેડાયા બાદ હરજુગ ગઢવી (Harjug Gadhavi) ની કીડનીમાં વધુ તકલીફ પડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. પરંતુ સતત તબીયત બગડ્યા બાદ આજે સાંજે યુવાને અમદાવાદ ખાતે દમ તોડ્યો હતો. સમાજના આ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા છે.જો કે હવે બીજી યુવકના મોત પછી સમાજ ચોક્કસ પોલીસ કાર્યવાહી ઝડપી બનાવવા સાથે ચકચારી કિસ્સામાં જવાબદાર તમામ લોકો સામે પોલીસ પ્રશાસન ગંભીર કાર્યવાહી કરે તેવા પ્રયત્નો કરશે પરંતુ પોલીસ મથકે બે-બે યુવકોના પોલીસ દમનના મોતથી ચોક્કસ સમગ્ર કચ્છમાં આ કિસ્સાએ ચકચાર સર્જી પોલીસ સામે અનેક સવાલો ઉભા કર્યા ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવીએ ઘટનાને ગંભીર ગણાવી અને નેતાઓની ચુપકીદી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથનો મામલો નોંધાયો હતો. આ મામલે પોલીસે અરજણ ગઢવી,હરજુગ ગઢવી ,સામરા ગઢવીની કરી હતી ધરપકડ કરી હતી. પોલીસે ચોરીની શંકામાં 3 યુવકોને ઢોર માર માર્યો હતો. પોલીસે મારેલા મારમાં અર્જન ગઢવીનું મુન્દ્રા ખાતે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત હરજુગ ગઢવી, સામરા ગઢવીને પણ સારવાર અર્થે ભુજ ખાતેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં હરજોગ ગઢવીની તબિયત પણ કથળી હતી.

તેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં યુવકની 15 દિવસથી સારવાર ચાલી રહી હતી. આખરે સારવાદ દરમિયાન જ હરજોગ ગઢવીનું કિડની હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું. આમ કસ્ટોડિયલ ડેથ કેસમાં બે યુવકોના મોત નિપજ્યા હતાં.મૃતકના પરિવારજનોની CBI તપાસની માંગ કરી છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં કસ્ટોડિયલ ડેથ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં PI સહિત બે પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટોડિયલ ડેથ કેસને લઈને મુંન્દ્રામાં લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે.ગઢવી ચારણ સમાજે કહ્યું છે કે, જ્યાં સુધી આરોપી પોલીસ કર્મચારીઓની ધરપકડ નહિ ત્યાં સુધી લાશ નહિ સ્વીકારાય. 15 દિવસ પૂર્વે બનેલા બનાવમાં પોલીસ માત્ર તપાસના આશ્વાસન જ નામે આપે છે. પોલીસકર્મી અધિકારી એવા આરોપીઓ હાજર કરી તેમની સામે ગુનો નોંધવા માંગ ઉઠી છે. મૃતકોને ગેરકાયદે ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક કરંટ આપી માર માર્યો હોવાનો અને મૃતકોના શરીરે 20થી વધુ ફ્રેક્ચર થયા હોવાથી અસહ્ય મારના કારણે મૃતકના મોત નિપજ્યા હોવાનું સમાજના લોકોનું કહેવું છે. સાથે ગઢવી ચારણ સમાજે એમ પણ કહ્યું છે કે, ગુનો કર્યો હોય તો પોલીસે ઓન પેપર કેમ ઘટના નથી બતાવી? તેવા વેધક સવાલ પણ કર્યા છે.


કચ્છના મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા હાહાકાર – કસ્ટોડીયલ ડેથ નો મમલો ?
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!