અમદાવાદ પોલીસનું દિલધડક ઓપરેશન: 6 વર્ષના બાળકનું અપહરણ કરનાર સગીરને ચાલાકીથી ઝડપી પાડ્યો, SP સહીતના અધિકારીએ કરી દોડધામ..

અમદાવાદ પોલીસનું દિલધડક ઓપરેશન: 6 વર્ષના બાળકનું અપહરણ કરનાર સગીરને ચાલાકીથી ઝડપી પાડ્યો, SP સહીતના અધિકારીએ કરી દોડધામ..

Share with:


અમદાવાદ ગ્રામ વિસ્તારમાં એક છ વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) થયું હતું. છ વર્ષના બાળકના અપહરણનો કૉલ મળતા જ LCB ટીમ એક ક્ષણનો પણ વિચાર કર્યાં વગર દોડતી થઈ ગઈ હતી. ખુદ અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વીરેન્દ્ર યાદવ છ વર્ષના બાળકનો જીવ બચાવવા માટે કામે લાગી ગયા હતા. આ તમામ લોકોની મહેનત રંગ લાગી હતી અને છ વર્ષના બાળકને સલામત રીતે છોડાવી લીધો હતો. ક્રાઇમ બ્રાંચ અપહરણના ગુનામાં એક સગીરની અટકાયત કરી લીધી છે. પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે સગીરે એકલા હાથે જ બાળકનું અપહણ કર્યું હતું અને તેના પિતા પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અપહરણનુ કારણ કે એવું છે કે જેને જાણીને ખુદ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.બાળકના અપહરણ બાદ સગીર આરોપી બાળકના પિતાને સતત ઓડિયો સંદેશ મોકલી રહ્યો હતો. એક એડિયો સંદેશમાં જેનું અપહરણ થયું છે તે બાળક એવું કહી રહ્યો છે કે, “પપ્પા, ઇન લોગો કો પૈસા દે દો, નહીં તો ભૈયા ઔર મુજે માર દેંગે.” અન્ય એક ઓડિયોમાં સગીર આરોપી એવું બોલી રહ્યો છે

કે 15 દિવસ પહેલા આના પિતાએ મને લાફો માર્યો હતો. સાથે જ એક ઓડિયોમાં તે એવું પણ કહી રહ્યો છે કે કાલે સવારે ચાર વાગ્યે પૈસા નહીં પહોંચે તો બાળકની હત્યા કરી નાખશે. સાથે જ તે એવી ધમકી પણ આપી રહ્યો છે કે બાળકનો શોધવાનો પ્રયાસ ન કરે. તેના માણસો તેની ઘરના સામે જ છે.” ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે આરોપી એવો ઢોંગ કરી રહ્યો હતો કે તેનું પણ અપરહણ થયું છે. આથી જ તે બાળક પાસે એવું બોલાવી રહ્યો હતો કે તેનું પણ અપહરણ થયું છે અને પૈસા આપી દેવાની માંગણી કરતો હતો.

Share with:


News