રાજ્યમાં ગુનાખોરી વધતાં પોલીસ ? DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરી પાસા અને તડીપાર ની કાર્યવાહી કરવા આદેશ..” એ હુઈ ન બતા “

રાજ્યમાં ગુનાખોરી વધતાં પોલીસ ? DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરી પાસા અને તડીપાર ની કાર્યવાહી કરવા આદેશ..” એ હુઈ ન બતા “

Views 114

રાજ્યમાં ગુનાખોરી વધતાં પોલીસ ? DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરી પાસા અને તડીપાર ની કાર્યવાહી કરવા આદેશ..” એ હુઈ ન બતા “

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ સફાળી જાગી છે. કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષક સાથે વીડિયો-કોન્ફરન્સ ના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. એમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.

100 કલાકમાં કાર્યવાહી કરવા અલ્ટિમેટમ રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે.

આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવાં તત્ત્વોનો સમાવેશ કરવો એ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીરસંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરનારાં તત્ત્વો, ખનીજચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારાં તત્ત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરવા આદેશ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે એ અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે, જેમાં આ તત્ત્વો એ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો એને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા. સરકારી જમીન ઉપર દબાણ કરેલ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ કનેકશન ધ્યાનમાં આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવાં તત્ત્વો ના બેન્ક એકાઉન્ટ ની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદે નું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

એ ઉપરાંત આવાં તત્ત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન પર છૂટયા પછી અન્ય કોઇ ગેરકાયદે કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા ને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડૂઆત અંગેનું રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષક ને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્યમાં ગુનાખોરી વધતાં પોલીસ ? DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરી પાસા અને તડીપાર ની કાર્યવાહી કરવા આદેશ..” એ હુઈ ન બતા “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *