ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. 94 વર્ષની વયે તેમનું નિધન થયું છે. ગાંધીનગરના નિવાસસ્થાને માધવસિંહે અંતિમ શ્વાસ લિધા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા.માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે 1973-1975-1982-1985માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા. ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો એમનો રેકર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા.તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું મહાત્મય હતું. તેમના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો સુવર્ણકાળ હતો.
તેઓ એવા નેતા હતા, જેઓ હંમેશા પક્ષ અને તમામ સાથી નેતાઓને સાથે લઈને ચાલતા હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી હતી.