નરોડા સહિતના વિસ્તારોમાં RT-PCR કેન્દ્રો વધારવા માંગ.

નરોડા સહિતના વિસ્તારોમાં RT-PCR કેન્દ્રો વધારવા માંગ.

Share with:


નરોડા વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ગણપતી મંદિરની સામે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના કેસમાં આરટીપીસીઆર ટેસ્ટ થઇ રહ્યા છે.  સરદારનગર, મેઘાણીનગર, નોબલનગર,  કુબેરનગર, સૈજપુર વિસ્તારના લોકોએ અહીંયા ટેસ્ટિંગ માટે લાંબા થવું પડી રહ્યું છે.  

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં નથી. લોકો ટેસ્ટિંગ માટે ફાંફે ચઢ્યા છે. એન્ટિજન ટેસ્ટિંગ થાય છે પરંતુ આરટી-પીસીઆર ટેસ્ટથી કોરોના અંગેની ચોક્કસ માહિતી મળી રહે છે. તેથી બહારગામ જવા માટે અથવા તો તબિયત બગડી હોય તેવા કિસ્સામાં કોરોના છેકે નહીં તેની ચકાસણી માટે પણ લોકોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી બન્યો છે.

નરોડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોરોના આરટી-પીસીઆર ટેસ્ટિંગ ફક્ત નરોડા ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં જ થાય છે. આજુબાજુના ૧૦ કિ.મી સુધીના વિસ્તારમાં આ સિવાય આરટી-પીસીઆર ટેસ્ટિંગની સુવિધા નથી.

આથી સ્થાનિક રહીશોએ મ્યુનિ.તંત્રમાં રજૂઆત કરી છેકે જનહિતને ધ્યાને રાખીને ટેસ્ટિંગ સેન્ટરો વધારવામાં આવે. સરદારનગરમાં ૨ અર્બન હેલ્થ સેન્ટરો આવેલા છે ત્યાં આરટી-પીસીઆર ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવી જોઇએ. આજુબાજુના વોર્ડમાં જ્યાં અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં અને ન હોય ત્યાં ખાનગી જગ્યામાં પણ ડોમ ઉભા કરીને આરટી-પીસીઆર કેન્દ્રો ઉભા કરવાની માંગણી ઉઠવા પામી છે.

નોંધપાત્ર છેકે ખાનગી હોસ્પિટલોમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે લોકોએ પૈસા ખર્ચવા  પડે છે. જ્યારે મ્યુનિ.દ્વારા મફતમાં ટેસ્ટ થય છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે મ્યુનિ.તંત્ર દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો વધારવા જોઇએ તેવી માંગણી છે.

Share with:


News