અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક સગીરા સહિત મહિલાઓ તેમજ શખ્સો મૃતક યુવકને બેલ્ટ અને ઢીકાપાટુનો ઢોર માર મારતા નજરે ચઢી રહ્યા છે. છેડતીનો
આરોપ લગાવી સગીરાના પરિવારજનોએ બેરહેમીથી માર માર યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી એક મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાણીલીમડા વિસ્તારમાં મંગલવિકાસ સોસાયટીમાં રમેશ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે હતું કે, 17 માર્ચે નીરવ તથા માસીયાઈ ભાઈ રાહુલ પરમાર બન્ને કોઇ મિત્રનો જન્મદિવસ તથા એ.સી રિપેર કરવાનું છે તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. વહેલી સવારે નીરવની માતાના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો કે, વાડજ રામાપીરના ટેકરા ઉપરથી હસમુખ મોદી બોલું છું અને તમારા છોકરા નીરવે ભરતભાઇની દીકરીની છેડતી કરી છે. તમારે સમાધાન કરવું હોય તો આવો. સવારે આઠ વાગ્યે વાડજ રામાપીરના ટેકરા ઉપર રમેશભાઈના સગા સંબધીઓ રહે છે, ત્યાંથી જાણ થઈ કે નીરવને વાડજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
વાડજ પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા નીરવને સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો હોવાની જાણ થતા ત્યાં ગયા હતા. નીરવ સંપૂર્ણ ભાનમાં હતો જ્યાં તેણે જણાવ્યું હતું કે, ભરત કાઠીયાવાડીની દીકરી દૂધ લેવા જતી હતી પરંતુ મને જોઇને બૂમાબૂમ કરતા હંસીયો બાડીયો તથા ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે છોકરાઓ આવી ગયેલા અને ચારેય જણાએ મને ફેટોનો તથા ગડદા પાટુનો માર માર્યો હતો. આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેરહેમીથી નીરવને માર મારવામાં આવ્યો છે. પરિવારે છેડતીનો આરોપ લગાવી યુવકને બેલ્ટ અને ઢીકાપાટુનો ઢોર મારમારે છે.
નીરવ સાર વાર દરમિયાન 25 માર્ચે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે અચાનક ખેંચ ઉપડતા મોતને ભેટ્યો હતો. ફેટો, બેલ્ટ તથા ગડદાપાટુનો માર મારતા શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. તો બીજી તરફ ફરિયાદમાં હંસીયો બાડીયા, ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે અજાણ્યા શખ્સો પર ફરિયાદ નોંધાવી છે. જ્યારે વિડીયોમાં બે મહિલા સહિત એક સગીરા પણ માર મારતા માર મારતા નજરે ચઢી રહી છે. તો બીજી તરફ મૃતકની માતાનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમા આરોપ લગાવો છે કે છેતરીને મારા છોકરાને બોલાવ્યો હતો. અને આખી રાત માર મારતા શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેના કારણે મોત નિપજ્યુ છે.