અમદાવાદ સરદારનગર – પ્રેમીએ સગીરાને ભગાડી જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો, માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

અમદાવાદ સરદારનગર – પ્રેમીએ સગીરાને ભગાડી જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો, માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

Share with:


અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેનો પ્રેમી ભગાડી ગયો હતો. સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી અને રાતે છોડીને ફરાર થઈ ગયો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી દશરથ ઠાકોરની અટકાયત કરી છે.

“સગીરા રાતના 11 થી 12 વાગ્યે મહાવીર કસરત શાળા પાસેથી મળી આવી !
કુબેરનગર વિસ્તારમાં 15 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહે છે. તેની માતા લોકોના ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સગીરા દરરોજ સાંજના સમયે રોજ તેની બહેનપણીઓને મળવા જતી હતી. શનિવારે સાંજે સગીરા મળવા ગયા બાદ કલાકમાં ઘરે પરત ન આવતાં તેની બહેનપણીઓ અને આસપાસમાં તપાસ કરી હતી. રાતે 11 વાગ્યાએ સગીરા મહાવીર કસરત શાળા પાસે બેઠેલી હાલતમાં મળી આવી હતી. જ્યાં માતા-પિતાએ સગીરાને પૂછતાં તેને જણાવ્યું હતું કે અગાઉ આપણે સમરથનગરમાં રહેતા હતા ત્યાં જ દશરથ ઠાકોર રહે છે અને તે અગાઉ પણ મને ભગાડી ગયો હતો.

” દુષ્કર્મ આચરી સગીરાને છોડી દીધી”
શનિવારે સાંજે બહેનપણીના ફોનથી દશરથ સાથે વાત કરતા તેણે મને સાથે આવવાનું કહ્યું હતું અને રિક્ષા લઈને મહાવીર કસરત શાળા પાસે આવ્યો હતો. કુબેરનગર મોચી પાડા ખાતે એક કાચા મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં દશરથે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જેની ના પાડવા છતાં બળાત્કાર ગુજારી અને રાતે અહીં ઉતારી ગયો હતો. ત્યાર બાદ પરિવારજનો તાત્કાલિક તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દશરથ ઠાકોર સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી હતી.

Share with:


News