અમદાવાદ – અજયસિંહ ઉર્ફે મોંટુએ પોલીસને ઉગ્ર થઈને કહ્યું કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે તો હવે શેના રીમાન્ડ દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી.

અમદાવાદ – અજયસિંહ ઉર્ફે મોંટુએ પોલીસને ઉગ્ર થઈને કહ્યું કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે તો હવે શેના રીમાન્ડ દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી.

Share with:


અમદાવાદ : જાન્યુઆરી માસમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તેના ભાઈ અજયસિંહ ઉર્ફે મોંટુનો હતો. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો. બાદમાં આરોપી આગોતરા જામીન મેળવીને પોલીસસ્ટેશન જામીનદાર સાથે હાજર થયો અને પોલીસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ આપતા તે આવેશમાં આવી ગયો અને તેણે નોટિસ ફાડી નાખી હતી. આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કરી હાથાપાઇ કરી દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સ ની રેડ કરાવવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સોલા પોલીસસ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડ માં મ.સ.ઇ ગોપાલસિંહ વાઘેલા ફરજ બજાવે છે. ગત તા. 8મી જાન્યુઆરી ના રોજ ચાણક્યપુરી સેકટર 6 સામે આવેલા ખુલ્લા મેદાનમાંથી ચિરાગ દરબાર નામનો બુટલેગર 24 નંગ દારૂની બોટલ સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. જેની પૂછપરછ માં તે આ દારૂનો જથ્થો તેના ભાઈ અજયસિંહ ઉર્ફે મોંટુ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. જેથી બને ભાઈઓ સામે સોલા પોલીસસ્ટેશન માં પ્રોહીબિશન નો ગુનો નોંધાયો હતો.આ ગુનાની તપાસના કામે 16મી ફેબ્રુઆરી ના રોજ આરોપી અજયસિંહ ઉર્ફે મોંટુએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી પોલીસસ્ટેશન જામીન સાથે હાજર રહ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને આ દારૂનો જથ્થા બાબતે પૂછપરછ કરી હતી. પણ આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયા હોવાથી તસ રીઢો થઈ ગયો અને પોલીસને જવાબ આપતો ન હતો. પોલીસે કોર્ટના હુકમ મુજબ આરોપીને 16મીએ જામીન પર મુક્ત કરી રિમાન્ડની કાર્યવાહી કરવાની હોવાથી તેને મિર્ઝાપુર કોર્ટ ખાતે હાજર રહેવાની નોટિસ આપી હતી. આરોપી અજયસિંહ ઉર્ફે મોંટુએ પોલીસને ઉગ્ર થઈને કહ્યું કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે તો હવે શેના રીમાન્ડ તેમ કહી પોલીસે આપેલી નોટિસ ફાડી નાખી હતી.બાદમાં આરોપી અજયસિંહ ઉર્ફે મોંટુ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો અને પોલીસને ધમકી આપી કે તેમના વિસ્તારમાં દારૂનો જથ્થો મુકાવી વિજીલન્સની રેડ કરાવશે. જેથી સોલા પોલીસે આરોપી અજયસિંહ ઉર્ફે મોંટુ દરબાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Share with:


News