નવા આદેશ સુધી સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી

નવા આદેશ સુધી સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી

Share with:


કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે, સાથે જ આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની રચના કરવામાં આવી છે. સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાટાઘાટો દ્વારા કોઈ સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.આ મુદ્દાના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના જીતેન્દ્રસિંહ માન, ડો. પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિશેષજ્ઞ) અને અનિલ શેતકારી સહિત કુલ ચાર લોકો રહેશે.કોર્ટમાં ખેડૂતો તરફથી ML શર્માએ દલીલો રજૂ કરી હતી. ML શર્માએ કોર્ટમાં જણાવ્યું કે, ખેડૂતો સમિતિના પક્ષમાં નથી, અમે કાયદાને પરત લેવાની માગ કરીએ છીએ. ML શર્માએ કહ્યું કે, નવા કૃષિ કાયદા અંતર્ગત જો કોઈ ખેડૂત કોન્ટ્રાક્ટ કરશે તો તેમની જમીન વેચી પણ શકાય છે.

આ માસ્ટરમાઈન્ડ પ્લાન છે. કોર્પોરેટ્સ ખેડૂતોની ઉપજને ખરાબ ગણાવી દેશે અને દેવું ભરવા માટે તેમને તેમની જમીન વેચવી પડશે. જવાબમાં CJIએ કહ્યું હતું કે, અમે વચગાળાનો આદેશ જાહેર કરીશું કે, કોન્ટ્રાક્ટ કરતી વખતે, કોઈ પણ ખેડૂતની જમીન વેચવામાં નહીં આવે. અમે કાયદાની માન્યતાની તપાસ કરીશું.સુપ્રીમ કોર્ટમાં વકીલે જણાવ્યું કે ખેડૂતોનું કહેવું છે કે ચર્ચા માટે ઘણાં લોકો આવે છે પરંતુ મુખ્ય માણસ જે વડાપ્રધાન છે તે નથી આવતા. સામે CJIએ કહ્યું અમે PMને આવવા માટે ન કહી શકીએ. વડાપ્રધાનના બીજા ઓફિશિયલ્સ અહીં હાજર છે.

એપી સિંહ (ભારતીય કિસાન યુનિયન-ભાનૂના વકીલ): ખેડૂતોએ કહ્યું કે, તેઓ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પરત મોકલવા તૈયાર છે.બંને પક્ષોએ કહ્યું કે, તેઓ 15 જાન્યુઆરીએ ફરી વાતચીત કરશે. અમે ઉકેલ ઈચ્છીએ છીએ. CJIએ કહ્યું કે, ખેડૂત યુનિયનો સાથે જોડાયેલા ઘણાં સંગઠનોએ અમને કહ્યું કે, કૃષિ કાયદાથી વિકાસ થશે અને સરકારે પીછે હટ ન કરવી જોઈએ. હવે કાલે કોઈ સંગઠન કહે કે જે કાયદાથી અમને ફાયદો થતો હતો તે અમુક ગ્રૂપના વિરોધના કારણે કેમ રદ કરી દેવામાં આવ્યો? તો અમે શું જવાબ આપીશું. માટે કાયદા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.

Share with:


News