રાજ્યમાં આજે કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ 8 હજાર ઉપર કેસ નોંધાયા છે. તેમજ મરણનો આંકડો પણ હાઈટાઈમ નોંધાયો છે. જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પ્રયાસ કરી રહ્યું છે.રાજ્યમાં આજે કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ 8 હજાર ઉપર કેસ નોંધાયા છે. તેમજ મરણનો આંકડો પણ હાઈટાઈમ નોંધાયો છે. જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે રેલવે વિભાગે પણ પોતાના બનતા પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં રેલવે વિભાગે રેલવે સ્ટેશન પર ફોગીંગ અને સેનેટાઈઝિંગની કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે હાલમાં સૌથી વધુ મુસાફર રેલવેમાં મુસાફરી કરે છે. તેમજ અન્ય રાજ્યમાંથી આપણા રાજ્યમાં આવનાર લોકોની પણ સંખ્યા રેલવે વિભાગમાં વધુ છે.જેથી રેલવેના મુસાફરોમાંથી કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવવાની શકયતા વધી જતી હોય છે. જેને લઈને છેલ્લા થોડા દિવસથી રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે રેલવે વિભાગે તેમની કામગીરી વધુ મજબૂત બનાવી છે. કેમ કે રેલવે વિભાગે હવે રેલવે સ્ટેશન પર ફોગીંગ અને સેનેટાઈઝિંગની કામગીરી શરૂ કરી છે. રેલવેના પીઆરઓની વાત માનીએ તો રેલવે વિભાગ દ્વારા એક એજન્સીને આ સમગ્ર કામગીરી સોંપવામાં આવી છે.