ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આજરોજ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. પોતાની પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખના પિતાનું નિધન થતાં બેસણામાં હાજરી આપવામાં આવેલા અઠાવલેએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે પણ ચર્ચા-વિચારણાઓ કરી હતી.
અમદાવાદના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ‘હળવા મૂડમાં” અખિલેશ યાદવ પર આડ કતરી રીતે નિશાન તાકતા જણાવ્યું હતું કે, જીવતા રહેવું હોય તો વેક્સિન લો નહીંતર ના લો. આપને જણાવી દઇએ કે, રામદાસ અઠાવલે સંસદમાં પણ પોતાની હળવી ટીખળ માટે જાણીતા છે.
તેઓ વારંવાર કોઇને કોઇ મુદ્દે નિવેદન આપતા રહે છે અને હળવા અંદાજથી સાંસદોને હસાવતા રહે છે. ત્યારે આજે અમદાવાદની મુલાકાતે આવેલા અઠાવલેએ વેક્સિનને લઈને હળવી ટીખળ કરી હતી તેમની આ મજાકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.