(ચીફ બ્યુરો – રાકેશ યાદવ )
અમદાવાદ શહેરના સૈજપુર વોર્ડમાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ઝોન.મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા સૈજપુર વોર્ડમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા કોર્પોરેશન ગેરકાયદે બાંધકામને લઇ નોટિસ ફટકારી હતી. છતાં માલિકો દ્વારા અવગણના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા એસ્ટેટ વિભાગ દ્વારા 260.(૧) અને (2)ની મનાઈ હુકમ વાળી નોટિસ મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. પણ ગેરકાયદેસર બાંધકામ કરતા કોન્ટેક્ટ તેમજ મલિકએ નોટિસની અવગણના કરી સમગ્ર બાંધકામને ચાલવા દીધુ હતું. જે હાલ એસ્ટેટ વિભાગ દ્વારા રામેશ બિસ્કિટની ગલી જ્યાં આ બે માળનો ગેરકાયદેસર ઊભો હતો જેને તોડવાની કામગીરી એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી.