શહેરના તમામ પીઆઈ…. તમે હવે CCTV કેમેરાની નજરમાં છો, 24 કલાક વોચ રહેશે…

શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં
હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેઓ હવે 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે. પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી, પીઆઈને મળવા કોણ આવ્યું તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે.
તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવા માટે હાઈકોર્ટે અવાર નવાર ગૃહ વિભાગ અને ડીજીપીને ટકોર કરી રહી હતી. જેના ભાગરૂપે પોલીસ સ્ટેશનના પીએસઓની કેબિન, લોકઅપ, ફરિયાદ રૂમ, વેઈટિંગ રૂમ, પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવાયા હતા. પરંતુ ડીસ્ટાફની ઓફિસો માં તેમજ પીઆઈ ની ચેમ્બરો માં સીસીટીવી કેમેરા લગાવાયા ન હતા. જો કે હાઈકોર્ટ અને ઉપરી અધિકારીઓની ટકોર બાદ આખા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા.