અનેક વખત એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થયા હોય છે. મામલો કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થતા વિવાદને ઓછો કરવા માટે ઉત્તર પ્રદેશ નગર ભાડુંત વિનિમય આદેશ 2021 પ્રસ્તાવને યુપી કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ વટહુકમના આધારે ભાડુઆત તરફી જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મકાનમાલિક મનસ્વી રીતે ભાડામાં વધારો કરી શકશે નહીં. ભાડામાં રહેણાંક પર પાંચ ટકાનો અને બિન-રહેણાંક પર સાત ટકાનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત ભાડે રહેનારે પણ જગ્યાની પૂરતી કેર કરવાની રહેશે. બે મહિના સુધી ભાડુંઆત કોઈ ભાડું નહીં આપે તો મકાન માલિકે એને હટાવી શકશે.આ ઉપરાંત ભાડે રહેનાર મકાનમાં કોઈ પ્રકારની તોડફોડ નહીં કરી શકે. અગાઉથી ભાડુંઆતે કોઈ લેખિત કરાર નહીં કર્યા હોય તો એને ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે. જેથી તે આ કરાર કરાવી શકે. ભાડા વૃદ્ધિની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે થશે. ભાડું વધારવાના વિવાદ પર, ભાડાનું સુધારેલ ભાડુ અને ભાડૂત દ્વારા ચૂકવવાપાત્ર અન્ય ચાર્જ તે નક્કી કરી શકે છે. અગાઉથી કિસ્સામાં, રહેણાંક જગ્યા માટે સુરક્ષા થાપણ બે મહિનાથી વધુ હોવી જોઈએ નહીં અને બિન-રહેણાંક જગ્યા માટે સમય છ મહિના અગાઉથી લઈ શકાય છે.
હાલમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ શહેરી ભવન અધિનિયમ 1972 લાગુ છે. જેના કારણે મકાન માલિક અને ભાડે રહેનારા વચ્ચે વિવાદ થતા હતા. મકાનની બાબતને લઈને કોર્ટમાં અનેક કેસ ચાલી રહ્યા છે. મકાન માલિકોને યોગ્ય ભાડું મળતું નથી. કોર્ટ અને ભારત સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા મોડલ ટેનેસી એક્ટના આધારે નગર વિસ્તારમાં ભાડા વિનિમય અધ્યાદેશ 2021 તૈયાર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર અથવા રાજય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા ભારત સરકાર તરફથી નક્કી છાવણીમાં આ કાયદો લાગું નહીં પડે.કોઈ કંપની, યુનિવર્સિટી, સેવા સંગઠન અથવા કોઈ અન્ય સંગઠને પોતાના કર્મચારીઓને ભાડા પેટે આપેલા મકાન પર એ લાગું નહીં થાય. ધાર્મિક અથવા ધાર્મિક સંસ્થાન લોક ન્યાય અધિનિયમ અંતર્ગત રજીસ્ટર થયેલા ટ્રસ્ટ, વકફ માલિકીના પરિસર પર આ કાયદો લાગું નહીં થાય. આ વટહુકમની કોપી મકાન માલિક અને ભાડુઆત બંને પાસે રહેશે. ભાડુઆતે પણ યોગ્ય સમયે ભાડું ચૂકવવાનું રહેશે. મકાન માલિકે ભાડું સ્વીકાર્યાની પહોંચ પણ આપવી પડશે..