CMના બંગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ.

CMના બંગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ.

Share with:


આજથી રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની મેરેથોન બેઠકો શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચ દ્વારા પણ નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે.

આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે થઈને ચૂંટણી આયોગ પણ સજ્જ થઈ ગયું છે.જયારે રાજ્યમાં છ મહાનગર પાલિકાઓની ચૂંટણી અન્વયે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી રૂપાણીના બંગલે તેમની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ થઈ હતી. ત્રણ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.!

Share with:


News