અમદાવાદના ઝોન 4 ની હદ માં આવેલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠક્કરબાપાનગરઓવર બ્રિજ પાસે આવેલ એક હોલસેલ વેપારીના ત્યાં ભર બપોરે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. ગાયત્રી ટ્રેડર્સ નામના દુકાન ધારક સાથે અજાણ્યા ત્રણ શખ્સોએ પૈસાની માંગણી કરી હવામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે દુકાન માલિકે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ૩૫ હજાર જેટલી રોકડ રકમની ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે. મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનારા શખ્સો લૂંટારૂઓ હતા. હિન્દી ભાષામાં વાતચીત કરતા હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત તેમની પાસે પલ્સર બાઈક હોવાનું પણ સામે આવ્યું છે.
બે લુંટારૂ નિકોલ તરફના રોડથી ફરાર થયા હોવાનું ખુલ્લુ છે.અત્રે ઉલ્લેખનીય છે
કે, સુરત બાદ અમદાવાદમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. 31મી તારીખે રાત્રે રામ વિસ્તારમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરીને પૈસાની લેતી દેતીમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઠક્કરનગરમાં જ અગાઉ ફાયરિંગનો એક કેસ નોંધાયો હતો.