અમદાવાદ ના સ્થાનિક સ્વરાજ ના ચુનાવ માં કુબેર નગર વોર્ડ નંબર 14 ના જગદીશ મોહનાણી જે કોંગ્રેસપાર્ટી થી ઉમેદવારી નોંધાવી હતી .તેમને ઓછા વોટ હુવાથી હાર જાહેર કરવામાં આવ્યું ? રાત્રે ત્રણ વાગ્યે પોલીસ અધિકારીઓ તેમજ ઇલેક્શન કમિશન ના અધિકારીઓ દ્વારા જે બુથની અંદર બેઠા હતા તે લોકોના ધરે જઈ રાત્રે 3 વાગે તમામે તમામ લોકોની સહી ઓ કારવીને જગદીશ મોહનાણી ને હારેલા ઉમેદવાર જાહેર કર્યા છે !
ઉલ્લેખનીય છે કે
કુબેરનગર વોર્ડની ચૂંટણીમાં ક્રિકેટ મેચની જેમ ફરી વણાંક આવ્યો.કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર થયા બાદ કલેક્ટરે બીજેપીની એક મહિલા ઉમેદવારને વિજેતા જાહેર કરી;કલેક્ટરની ગંભીર ભૂલ બહાર આવી.35000 વોટ ધરાવતા સિંધી સમાજ માંથી કોઈ ઉમેદવાર જીતી શક્યાં નથી
કુબેરનગર વોર્ડમાં યોજાયેલી અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કલેક્ટરની મોટી ભૂલ સામે આવી છે.કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર કર્યા બાદ ભૂલ સમજાવતા આજે મોડી રાત્રે તંત્ર દોડતું થયું હતું.કલેક્ટરની ટીમ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોના ઘરે રાત્રીના ત્રણ વાગે પોલીસ કાફલા સાથે આવી ઊંઘ માંથી જગાડ્યા હતા.તમામ ઉમેદવારોને પત્ર આપી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર જવાદીશ મોહનાની ના બદલે ગીતાબેન ચાવડાને બીજેપી માંથી જાહેર કર્યા હોવાનો પત્ર આપવાની ફરજ પડી હતી.બીજી તરફ બીજેપીએ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર નીકુલ તોમરની એફિદાવીતને પણ કોર્ટમાં પડકારવાની તજવીજ હાથ ધરી હોવાની સૂત્રો જણાવી રહ્યા છે.
મહા નગર પાલિકાની ચૂંટણીમાં સમગ્ર અમદાવાદમાં ભગવો ફરી એકવાર લહેરાયો હતો.પરંતુ કુબેરનગર વોર્ડમાં નરોડા વિધાનસભાના ધરાસભ્ય બલરામ થાવાની ના કારતુસો ના કારણે બીજેપીની આખી પેનલને હારનો સામનો કરવો પડ્યો હતો.મત ગણતરી સમયે કલેક્ટરે કોંગ્રેસની પેનલ ને વિજેતા જાહેર કરી હતી.પરંતુ ચૂંટણી અધિનિયમ ની જોગવાઈઓને ધ્યાન માં રાખી બે મહિલા ઉમેદવારો ને ફરજીયાત વિજેતા જાહેર કરવાની જોગવાઈ છે.પરંતું પુરુષ ઉમેદવાર કરતા ત્રીજા ઉમેદવાર બીજા કરતા વધુ મત મેળવે તો વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા બની શકે છે.તેને ધ્યાનમાં રાખી કલેક્ટરે તાત્કાલિક ધોરણે કોંગ્રેસના વિજેતા જાહેર કરેલા ઉમેદવાર જગદીશ મોહનાની ના બદલે બીજેપીની ગીતાબેન ચાવડાને મોડી મોડી રાત્રે વિજેતા જાહેર કરતા કાનૂની ગુંચવણ ઉભી થઇ છે.
ભાજપ ના ઉમેદવાર ગીતાબેન ચાવડા જે કુબેરનગર વોડ-14 થી તારીખ 21/02/2021 ના દિવસે ત્રીજ ઉમેદવાર સામન્ય બિન અનામત માં અવના કારણે ઓછા કાઉન્ટિંગ હોવાથી હાર નો સામનો કરવો પડયો હતો. પણ ફરી કાઉન્ટિંગ કરતા જગદીશ ભાઈ મોહનાણી(કોંગ્રેસ) ના વૉટ ઓછા જાહેર થતા તેમજ ગીતા બેન ચાવડા ના(ભાજપ) વોટ વધારે હોવાથી ભાજપ ના ગીતાબેન ચાવડા ના વિજેતા જાહેર કરવામા અવ્યું છે.કુબેરનગર વોડ નં14 થી..