ટેક્સપેયર માટે સારા સમાચાર છે. પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે.
નવી દિલ્હી: ટેક્સપેયર માટે સારા સમાચાર છે. પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે. હવે ટેક્સપેયર 15 ફેબ્રુઆરી 2021 સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની તારીખને પણ 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દેવામાં આવી છે. બંને મામલે અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. પરંતુ હવે તેને વધારી દેવામાં આવી છે. સીબીડીટીએ પોતાના નોટિફિકેશનમાં કહ્યુંક એ જે ટેક્સપેયરને પોતાનું રિટર્ન ઓડિટ કરાવવાની જરૂર પડતી નથી અને તે રિટર્ન ફાઇલ કરવા માટે આઇટીઆર-1 અથવા પછી આઇટીઆર-4 ફોર્મનો ઉપયોગ કરતા હોય છે તેમના માટે અંતિમ તારીખ 10 જાન્યુઆરી કરી દેવામાં આવી છે.
કોના માટે કેટલી મર્યાદા વધારી – પગારદારો માટે રિટર્ન ફાઇલ કરવા માટે 10 જાન્યુઆરી સુધી તારીખ લંબાવાઇ છે. – 31 ડિસેમ્બરના રોજ પુરી થતી હતી તેની ITR ફાઇલિંગની સમય મર્યાદા. – 1 લાખ રૂપિયા સુધી ટેક્સ ચૂકવનારના સેલ્ફ અસેસમેંટ કેસમાં સમય મર્યાદા વધારી. – સેલ્ફ અસેસમેંટના મામલે 15 ફેબ્રુઆરી સુધી ITR ફાઇલિંગની છૂટ. – જે ખાતાના ઓડિટ બાકી છે તેમના માટે સમય મર્યાદા વધી. – ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શનવાળા ખાતાઓમાં પણ હવે વધુ સમય. -આવા કેસમાં ડ્યૂટ ડેટ 31 જાન્યુઆરી હતી જે હવે 15 ફેબ્રુઆરી સુધી હશે.