પ્રદીપ પરમાર એ પોલીસ કર્મી નેસસ્પેન્ડ કરવાની આપી ધમકી.

અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.

ધારાસભ્યએ ASIને કહ્યું ?
શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તેઓ આ જોઈને ઊભા રહ્યા હતા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતા. ત્યાર બાદ પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.

ધારાસભ્યએ ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું કે ઊભા રહો અહીં, ત્યારે ASIએ કહ્યું કે હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ.તે બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASIનો ફોટો પાડવા જણાવ્યું હતું. બાદમાં ભાજપના ધારાસભ્યએ ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભું રહેવાનું, નહિતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને?

DCP સાથે ASIને ફોન પર વાત કરી
ત્યાર બાદ ટોળુ એકઠું થઈ જતાં ધારાસભ્યએ ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું અને કહ્યું કે આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહિં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર પણ નહિં પડે. આટલું કહીને ધારાસભ્યએ ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. જે કહીને DCP સાથે ASIને વાત કરાવી હતી. આ દરમિયાન ધારાસભ્યએ આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે ધોવોને સાલાઓને હું બેઠો છું. આ પ્રકારે જાહેરમાં દાદાગીરી કરીને ધારાસભ્યએ ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. માત્ર એટલું જ નહીં, પોલીસકર્મીને બદલી તથા સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

ચાલુ નોકરીમાં જે રીતે પોલીસ અધિકારી ઉપર MLA દ્વારા ધમકીઓ આપવામાં આવી તેને જોઈને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ ની અંદર શરમનાક ઘટના બની ગઈ છે સમગ્ર પોલીસ બેડા માં ચર્ચા થઈ રહી છે છ કે જો પોલીસ અધિકારીઓ પોતાનું કામ પર ધ્યાન આપે કે નેતાઓની હા જી હા ચમચાગીરી કરે જો આવનાર સમય માં દરેક રાજકીય નેતા પોલીસ સાથે આવી જ વર્તણૂંક કરશે કે પોલીસ ને જાહેર માં બેઇજ્જત કરશે


અમદાવાદના ભાજપના MLAની દાદાગીરી; હાથ ખેંચી પોલીસકર્મીને કહ્યું-સસ્પેન્ડ થશો, ક્યાં જતાં રહેશો ખબર નહિં પડે !
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!