ભાજપ-કોંગ્રેસની ની જેમ  ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન.

ભાજપ-કોંગ્રેસની ની જેમ ભારતીય જનતા પરિષદે મહારેલીનું કર્યુ આયોજન.

Share with:


સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચારે તરફ તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનાં સરદારનગર વિસ્તારમાં ભારતીય જનતા પરિષદ દ્વારા કાર અને બાઇક સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ જીત માટે પુર જોરમાં પ્રચાર કરી રહ્યા છે.ત્યારે ભારતીય જનતા પરિષદની કાર અને બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સરદાનગરમાં નીકળેલી આ રેલીમાં કોરોનાવાયરસનાં નિયમોને ધ્યાનમાં રાખીને બાઈક અને કાર પર લોકો રેલીમાં જોડાયા હતા. સરદાનગરમાં નીકળેલી ભારતીય જનતા પરિષદની રેલીને પગલે હવે ચૂંટણીનો જંગ ચાર પાખીયો જોવા મળશે તેવું લાગી રહ્યું છે. અધૂરામાં પૂરું જનતા પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષોને પ્રાધાન્ય આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Share with:


News