સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. તો 5 ફેબ્રુઆરીના દિવસને અંતે રાત્રે કોંગ્રેસે વડોદરા મનપા માટેના ઉમેદાવારોના નામની યાદી જાહેર કરી છે. એક દિવસ અગાઉ દિવસ પુરો થયા બાદ રાત્રે કોંગ્રેસે યાદી જાહેર કરી છે. મહત્વનું છે કે, કોંગ્રેસે એક યાદી અગાઉ જાહેર કરી હતી. પરંતુ બાકીના ઉમેદાવારોની યાદી જાહેરાતને લઈ ઉમેદાવારો અને કાર્યકરો રાહ જોઈ રહ્યા હતા. ભાજપ દ્વારા યાદી જાહેર થયા બાદ કકળાટ જોવા મળ્યો હતો.
તો બીજી તરફ કોંગ્રેસની યાદી જાહેર થાય તે પહેલા ફોન પર કેટલાક ઉમેદવારોને મેન્ડેટ આપી દેવાયા હતા. 40 જેટલા ઉમેદવારોને કોંગ્રેસના મોટા નેતાઓ ફોન દ્વારા મેન્ડેટ આપી રહ્યા હતા. ભાજપ માફક કકળાટથી બચવા કોંગ્રેસનો આ એક કિમીયો પણ હોઈ શકે છે.