અમદાવાદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સભામાં ઉપસ્થિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રમુખ ઇન્દ્રેશ કુમારે જણાવ્યું હતું કે, અખંડ ભારતના તમામ અનેકતામાં એકતા સાથે મુસ્લિમ લોકો નો એક માત્ર મંચ જે 18 વર્ષથી ભારતી સંગઠનો એક મોટો ભાગ ભજવી રહુંય છે. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા મુસ્લિમ સમાજના કરોડો લોકોને સામાજ સુધાર, શિક્ષા તેમજ રોજગાર જેવા અનેક મુદ્દાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.
ઇન્દ્રેશ કુમારે જણાવ્યું હતું કે આ સંસ્થામાં લાખો લોકો જોડાયેલા છે. જેમના દ્વારા સમાજમાં સરાહનીય કાર્ય કરવામાં આવે છે. આ સાથે તેમની ગૌવંશને લઈ જણાવ્યું કે ધર્મ યા મઝહબ સ્થળ પર વધ નાં થવું જોઈએ, માંસ વેચાવુ નાં જોઈએ, ઇન્દ્રેશ કુમારે દાવો કર્યો હતો કે અમે ગૌવંશને સન્માન કરીશું…વધુમાં તેમને દરેક ધર્મના લોકોને ભાઈચાર સાથે એકબીજાના દિલથી નાતો રાખી એક સંપ રહેવા આગ્રહ કર્યો હતો.