ગણતંત્ર દિવસ પર ખેડૂતો કરશે પરેડ- દિલ્હી પોલીસે આપી લીલીઝંડી ?

ગણતંત્ર દિવસ પર ખેડૂતો કરશે પરેડ- દિલ્હી પોલીસે આપી લીલીઝંડી ?

Share with:


નવા કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલાં ખેડૂતોએ કહ્યું છે કે, તેઓની કિસાન ગણતંત્ર પરેડ નક્કી કરેલ સમયે જ નીકળશે અને તેને લઈને દિલ્હી પોલીસ સાથે પણ વાત થઈ ગઈ છે. ખેડૂત પ્રતિનિધિઓ અને પોલીસની બેઠક બાદ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂત આ દેશમાં પહેલીવાર ગણતંત્ર દિવસ પરેડ કરશે. પાંચ વખતની વાતચીત બાદ આ તમામ વાતો મંજૂર થઈ ગઈ છે. તમામ બેરિકેડ ખુલી જશે. અમે દિલ્હીની અંદર આવીશું અને માર્ચ કરીશું. રૂટ અંગે મોટા ભાગે સહમતિ બની ગઈ છે.

Share with:


News