ઊંઝામાં કરોડોની મસમોટી GST કરચોરીનો પર્દાફાશ, APMCના ડિરેકટર શંકર પટેલ સહિત 5ની ધરપકડ.

ઊંઝામાં કરોડોની મસમોટી GST કરચોરીનો પર્દાફાશ, APMCના ડિરેકટર શંકર પટેલ સહિત 5ની ધરપકડ.

Share with:


ઊંઝામાં કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલો, ફરાર APMCના ડિરેક્ટર સંજય પટેલ ઝડપાયોરૂપિયા 21.41 કરોડની કરચોરી મળી આવી છે અને અત્યાર સુધીમાં 365 કરોડનું ટર્નઓવર કર્યુ… ઊંઝામાં સૌથી મોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મમલે GST વિભગે 5 આરોપીઓની ધરપકડ કરી છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર APMCનો ડિરેક્ટર સંજય મફતલાલ પટેલ ઉર્ફે શંકરની આબુ રોડ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે.રૂપિયા 109 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલે સ્ટેટ GST દ્વારા ઊંઝામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં 365 કરોડનું ટર્નઓવર કર્યુ છે. શંકર પટેલ લાંબા સમયથી બોગસ પેઢીઓ ઉભી કરી સરકારને ચૂનો લગાવતો હતો. ખોટા ઇ-વે બિલ અને ખોટી પેઢીઓ ઉભી કરવાના રેકેટમાં મુખ્ય સૂત્રધાર છે. ત્યારે રવિવારે સંજય ઉર્ફે શંકર પટેલની ધરપકડ કરાઈ છે. જરૂરીયાતમંદ લોકોના દસ્તાવેજોનો દુરૂપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરી થોડા દિવસ પેહલા GST વિભાગને જીરાની કોમોડીટીમાં આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ લોકોના દસ્તાવેજોનો દુરૂપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરી આ બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી, ભરવાપાત્ર GST ન ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી.

જેને લઇને હાલમાં વિભાગ દ્વારા ઊંઝામાં અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસમાં નજીવી આવક ધરાવતા લોકો જેવા કે ડ્રાઇવર, ખેતમજુરો, ગટર સાફ સફાઇવાળા, ન્યૂઝ પેપર ડીલીવરીમેન, પાન મસાલાના ગલ્લા ચલાવનારાઓને દસ્તાવેજોનો નાણાકીય પ્રલોભન આપી દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. આવા લોકોના નામે સંખ્યાબંધ પેઢીઓ ઉભી કરીને આ પેઢીઓનો માલ સપ્લાયના બીલો ઇશ્યુ કર્યા હતા. આ સિવાય ઇ-વે બીલો ઇશ્યુ કરી, ઇ-વે બીલના આધારે માલ સપ્લાય કરી, તેના પર ભરવાપાત્ર વેરાની કરચોરી કરી હતી.આમ, આવી રીતે અનેક પેઢીઓ દ્વારા રૂપિયા 109.97 કરોડના ઇ-વે બીલ જનરેટ કરી અત્યાર સુધીમાં તપાસ મુજબ રૂપિયા 6.31 કરોડની કરચોરી કરવામાં આવી છે. 

આરોપી

કાર્યવાહી દરમિયાન સંજય પટેલે GST અધિકારીને આપી ધમકી  આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ઊંઝાના હિરેન મોહનલાલ પટેલ, સંજય પ્રહલાદ પટેલ અને અમીત રમેશભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અને માથાભારે છબી ધરાવતા મહેસાણાના સંજય મફતભાઇ પટેલ ઉર્ફે શંકર છે. ત્રણ આરોપીઓની ધરપકડ બાદ શંકર પટેલ ફરાર હતો. ત્યારબાદ વોટ્સએપ કોલ કરીને મહિલા તપાસ અધિકારીને ધમકી આપી હતી કે, તપાસ સ્થેળી તાત્કાલિક રવાના થઇ જાઓ નહીં તો જોવા જેવી થશે. ત્યારે આ ધમકી મામલે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણાના રાધનપુર બાયપાસ ચોકડી શૈલજા શરણમ સોસાયટીનમાં આવેલા 14 નંબરના નિવાસસ્થાને શનિવારે સાંજે સર્ચ અને સીઝરની કામગીરી માટે સ્ટેટ એન્ફોર્સમેન્ટની ટીમ સાથે પહોંચેલા મહિલા સહાયક રાજ્યવેરા કમિશ્નરને સંજય પટેલ ઘરે ન હોઇ તેમની પત્નીના ફોન મારફતે અપશબો બોલી ઘરમાંથી તાત્કાલિક નિકળી જાય નહિતર જોવા જેવી થશે તેવી ધમકીઓ આપી સરકારી કામકાજમાં રૂકાવટ કર્યા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. આબુ રોડ પર આવેલી હોટલમાંથી ઝડપાયો જોકે આરોપી શંકર પટેલ અલગ અલગ સ્થળોએ નાસતો ફરતો હતો. તે વોટ્સએપ કોલીંગથી પોતાના પરિવારના સંપર્કમાં રહેતો હતો. ઇન્ટેલિજન્સ ટીમના પ્રયાસથી સંજય પટેલની આબુ રોડ ખાતેની સિલ્વર ઓક કંટ્રી યાર્ડ હોટલમાંથી મહેસાણા પોલીસની મદદથી ઝડપી લેવાયો હતો. ધરપકડ બાદ સંજય પટેલને કોર્ટમાં રજુ કરાયો મુખ્ય આરોપી શંકર પટેલની ધરપકડ બાદ અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તપાસ અધિકારીઓ દ્વારા 10 દિવસના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવી છે.જીએસટી ટીમ દ્વારા 7 ડિસેમ્બરે સુપ્રિમ પટેલની 144.35 કરોડના ઇવેબીલ જનરેટ કરી તેના વ્યવહારો ઉપરનો રૂ. 9.60 કરોડનો વેરો સરકારી તિજોરીમાં ભરાયો ન હોઇ ધરપકડ થઇ. બાદમાં 11 ડિસેમ્બરે હિરેન પટેલની 109.97 કરોડના કુલ 838 ઇવેબીલ જનરેટ કરી તપાસમાં રૂ. 6.31 કરોડનું વેરા કૌભાડમાં ધરપકડ બાદ આ પ્રકરણમાં 14 ડિસેમ્બરે સંજય પ્રહલાદભાઇ પટેલ અને બાદમાં અમિત રમેશભાઇ પટેલની ધરપકડ કરી હતી.અગાઉની ધરપકડ કરાયેલ શખ્સની પૂછપરછમાં વધુ એક નામ સંજય ઉર્ફે શંકરલાલ પટેલનું ખુલતાં જીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  

Share with:


News