સીબીએસઇની ધો.10-12ની પરીક્ષા 4 મેથી શરૂ થશેબોર્ડની પરીક્ષાઓ અંગેની તમામ અટકળોનો અંતપરીક્ષાઓ ઓફલાઇન લેવાશે : 10 જૂને પરીક્ષા પૂર્ણ થશે અને 15 જુલાઇ સુધીમાં પરિણામ

સીબીએસઇની ધો.10-12ની પરીક્ષા 4 મેથી શરૂ થશેબોર્ડની પરીક્ષાઓ અંગેની તમામ અટકળોનો અંતપરીક્ષાઓ ઓફલાઇન લેવાશે : 10 જૂને પરીક્ષા પૂર્ણ થશે અને 15 જુલાઇ સુધીમાં પરિણામ

Share with:


નવી દિલ્હી, તા. ૩૧
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) ધો. ૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૪ મે થી ૧૦ જૂનની વચ્ચે લેશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રેક્ટિલ પરીક્ષાઓ એક માર્ચથી સ્કૂલમાં જ લેવામાં આવશે. આ પરીક્ષાઓનું પરિણામ ૧૫ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાઓ ઓનલાઇન નહીં પણ ઓફલાઇન લેવામાં આવશે. આ સાથે જ પરીક્ષા અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. 
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાન્યુઆરી મહિનામાં લેવામાં આવે છે જ્યારે લેખિત પરીક્ષા ફેબુ્રઆરીમાં શરૃ થાય છે અને માર્ચમાં પૂર્ણ થઇ જાય છે. જો કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે પરીક્ષા મોડેથી શરૃ થશે. 
પોખરિયાલે કરેલી જાહેરાત અનુસાર ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ચાર મે થી ૧૦ જૂન સુધીમાં લેવામાં આવશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિણામ ૧૫ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. વિદેશમાં કાર્યરત સીબીએસઇ શાળાઓ માટે પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણ માર્ચમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. હજુ પણ મોટા ભાગના રાજ્યોમાં શાળાઓ શરૃ કરવામાં આવી નથી.

Share with:


News