વાજપેયીએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૫૩માં મુંબઈમાં જનસંઘની એક સભાને સંબોધિત કરવાની હતી, પણ એ માટે અટલજી ફક્ત બે ઝભ્ભા લઈને જ ગયા હતા. સંજોગવશાત્ બંને ઝભ્ભા ફાટેલા હતા. એ સમયે અટલજીએ ફાટેલા ઝભ્ભા પર જેકેટ પહેરી ભાષણ આપ્યું. એ કારણે તેમના ફાટેલા ઝભ્ભા વિશે કોઈને કંઈ ખબર ન પડી.
હવે વાત એ સમયની છે જ્યારે અટલજી જનસંઘના અધ્યક્ષ હતા. એક દિવસ અટલજીએ એક સંમેલનને સંબોધિત કરવા જવાનું હતું, પણ રસ્તામાં જ તેમની કાર ખરાબ થઈ ગઈ. એ સમયના વિખ્યાત પત્રકાર એચ. કે. દુઆ સ્કૂટર પર એ જ સંમેલનને કવર કરવા જઈ રહ્યા હતા, જેને અટલજી સંબોધવાના હતા. રસ્તામાં તેમણે જોયું કે અટલજી એક ઓટોને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. પત્રકાર દુઆએ પોતાનું સ્કૂટર ધીમું કરી અટલજીને ઓટો રોકવાનું કારણ પૂછયું તો અટલજીએ જણાવ્યું કે તેમની કાર ખરાબ થઈ ગઈ છે. પત્રકારે કહ્યું કે તમારી ઇચ્છા હોય તો મારા સ્કૂટર પર પાછળ બેસી પ્રેસ ક્લબ આવી શકો છે. ત્યારે અટલજી પત્રકારના સ્કૂટર પાછળ બેસી સંમેલનમાં પહોંચ્યા, જેને તેઓ પોતે સંબોધવાના હતા.