અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાગર્દી ફરીથી વધી ગઈ છે. જ્યારથી કોંગ્રેસના ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતીને આવ્યા ત્યારથી મેધાણીનગર સ્લામ વિસ્તાર ગુંડાઓ બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં તલવાર અને છરીઓ વડે હુમલાઓ કરી રહ્યા છે. ગત રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં ભગવતી સ્કુલની સામે આવેલ સાવધાન ની ચાલીની અંદર કિશન બધેલ નામના વ્યક્તિના ધરમાં ઘુસી અસામાજિકતત્વોએ તલવારથી હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનાને હજુ સુધી ભૂલી ન શક્યાં અને બીજો એક આવ બનાવ સામે આવ્યો છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક રાજકીય પક્ષોના સપોર્ટથી બેફામ બનેલા બદમાશોએ જાનથી મારી નાખવાની કોશિશ કરી બે યુવકો પર છરી વડે હુમલો કર્યો છે. રવિન્દ્ર યાદવ અને પવન સહાની નામના યુવકો પર નજીવી બાબતમાં ગુંડાઓએ ચાકુ વડે હુમલો કર્યો છે. જેમાં રવિન્દ્ર યાદવ માથાન ભગે 10 ટાકા લાગ્યા છે. તેમજ પવન સહાની ના પેટમાં છાપો મારત હાલ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યાર થી સ્થાનિક સ્વારાજની ચુંટણીના પરિણામો આવ્યા છે જેમાં કોંગ્રેસના નેતાઓની જીત પછી કુબેરનગર વોડના ભગવતી સ્કૂલથી રામેશ્વર ચાર રસ્તા ઉપર ગુંડાગર્દી વધી ગઇ છે. તો બીજી તરફ લાચાર પોલીસને કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે.
મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાગર્દી બેફામ- પોલીસ લાચાર ?
થોડાક દિવસ પહેલા સ્થાનિક કોર્પોરેશનના કોરપરેટર (કુબેર વોડ) નિકુલસિંહ તોમર ગુજરાત ગીતા ન્યૂઝ સાથે થયેલી વાત ચિતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં નશાનું સૌથી વધુ પ્રમાણમાં વધી ગયું છે. જેના કારણે યુવાનો નશાને રવાડે ચડી ગયા છે અને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ચૌહાણ માત્ર પોતાનો ત્રણ વહીવટદારોના ધંધાને સંભાળવા માટે મુક્યા છે. એક વસ્તુ તો સાફ થઇ ગઇ કે જે પોલીસ સ્ટેશનમાં પી.આઈ દારૂ, જુગાર અને વિસ્તારમાં ચાલત બે નંબરના ધંધાના અસામાજિક લોકોને મદદ કરતો હોય તો તે વિસ્તારની પ્રજા હેરાન પરેશાન અને રોજ-બરોજ ખુન ખરાબ રહેવાન જ.. !
જો પોલીસ ઠોસ કાર્યવાહી નહીં કરે તો વિસ્તારમાં ગુંડાગર્દી વધતી જશે. જેને કારણે સ્થાનિકોમાં સલામતીને લઇ સવાલો ઉભા થશે. લોકમુખે એવી પણ ચર્ચા જાગી છે કે, પહેલા BJPના ઉમેદવાર હતા ત્યારે કોઈ પણ પ્રકારની વિસ્તારમાં લુખ્ખા તત્વો કે ખૂન ખરાબ થતા ન હતા. જો કે હવે વિસ્તારમાંમાં ગેંગવાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને પોલીસ પણ બદમાશોને છાવરી રહી છે.?