ચાંગોદરમાં ફેકટરીના કર્મચારીને આંતરી 44.50 લાખની ચલાવી લૂંટ : 6 આરોપીઓની ધરપકડ

ચાંગોદરમાં ફેકટરીના કર્મચારીને આંતરી 44.50 લાખની ચલાવી લૂંટ : 6 આરોપીઓની ધરપકડ

Share with:


ચાંગોદરમાં 44.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ફેક્ટરીના કર્મચારીને આંતરી બદમાશોએ લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તુરત જ એસપી વીરેન્દ્રસિંહ યાદવ અને ડીવાયએસપી કે ટી કામરીયા તથા એલસીબી પીઆઇ ખાંટની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની ટીમે ચારેબાજુ તપાસ હાથ ધરી હતી. લૂંટ ચલાવનાર આરોપીઓને ગણતરીના કલાકો માં જ ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ચાંગોદરમાં આવેલી એક પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે બાઈક લઈને નિકળ્યો હતો.

સંદિપ બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો. તે સમયે છ જેટલા અજાણ્યા શખસોએ તેના બાઈકને રોકી હુમલો કર્યો હતો.
લૂંટારુઓ સંદિપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.જે થેલામાં 44 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી હતી.આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા.


પોલીસે માત્ર ચારેક કલાકમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ચાંગોદર પોલીસે સુત્રધાર વિક્કી સહિતના શખસો સામે ગુનો નોંધી તમામ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તમામ આરોપીઓ અમદાવાદ જિલ્લા ના નજીકના રહેવાસી છે.

Share with:


News