કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે.ત્યારે તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના સમર્થનમાં ખૂબ જ મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ બાપુનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આ જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરતા કહ્યું, વાજપેયીજીની જન્મતિથિ 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગ નહી સ્વીકારે તો હું દિલ્હી રાજઘાટ ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરીશ.’ જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે.
નવા કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા 29 દિવસથી ખેડૂતો આંદલોન પર બેઠા છે તેમ છતાં તેમના પ્રશ્નોનું કોઈ સમાધાન નથી આવી રહ્યું. કડકડતી ઠંડીમાં સરકાર દ્વાર કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ખેડૂતોના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ખેડૂતો સંગઠનોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોને શહીદોનો દરજ્જો આપી દીધો છે. જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દિલ્હી બોર્ડર સહતિ પંજાબભરમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.


હવે ‘બાપુ’ ઉતરશે મેદાનમાં…! ખેડૂત આંદોલનના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ ?
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!