પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા.?
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક આડેધની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. રેલવે ક્રોસિંગ પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી હતી. આ અંગેની આજુબાજુના લોકોને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે આડેધનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. કૃષ્ણનગર પોલીસે લાશને પીએમ ખાતે મોકલી, ઓળખ વિશે તજવીજ હાથ ધરી છે. જોકે મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા જતાવવામાં આવી રહી છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સાચુ કારણ સામે આવશે.