સી.આર પાટીલનું મોટું નિવેદન – ‘મનસુખ વસાવા એ રાજીનામું નથી આપ્યું.

સી.આર પાટીલનું મોટું નિવેદન – ‘મનસુખ વસાવા એ રાજીનામું નથી આપ્યું.

Share with:


ગુજરાત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું સોંપ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું કહેવું છે કે, ‘મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યું. તેઓએ આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે.’

વધુમાં સી.આર. પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘મનસુખ વસાવાની નારાજગી ઇકો સેન્સેટિવ ઝોન મામલે છે. અમે તેમની ગેરસમજ દૂર કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે મનસુખભાઇને મનાવીશું. મનસુખ વસાવા લોકો માટે લડત લડતા આવ્યાં છે. તેઓ ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે’

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડી જ ક્ષણો પહેલાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. જેમાં તેઓએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાંનો પત્ર મોકલ્યો હતો. જેનો સી.આર પાટીલે રાજીનામાંનો સ્વીકાર પણ કર્યો હોવા જાણવા મળ્યું છે. પરંતુ આ બાબતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું કહેવું છે કે, ‘મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યું. તેઓએ આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે.’

Share with:


News