Share with:


અમદાવાદ – પોલીસ હવે રક્ષક નહીં ભક્ષક બની રહી હોય તેવા આક્ષેપો થઈ રહયા છે. CID ક્રાઈમ બાદ હવે મહિલા પોલીસ વિવાદમા આવી છે. હનીટ્રેપ ગેંગ અને પોલીસ હળીમળીને વેપારીઓ પાસેથી પૈસા પડાવતી હોવાનો આક્ષેપ વેપારીએ કરીને અરજી કરી છે. આ આરોપ વચ્ચે મહિલા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પહેલા સોશિયલ મીડિયા પર મિત્રતા પછી ફોટો અને પછી પોલીસ ફરિયાદ

પોલીસ અને હિનીટ્રેપ ગેંગ હળીમળીને વેપારીઓ અને બિલ્ડરો પાસેથી લાખોનો તોડ કરતો હોવાનો ગંભીર આક્ષેપ વટવાના ફેટરી માલીકે કરતા પોલીસ બેડામા ચકચાર મચી છે.. ઘટનાની વાત કરીએ તો, વટવામાં રબરની ફેકટરી ધરાવતા બીપીનભાઈ પટેલને સોશિયલ મિડીયામાં રાધિકા મોદી નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. વેપારીએ તેની સાથે વાતચીત શરૂ કરી. અને યુવતીએ મળવા અસલાલી બોલાવ્યો. અને ફોટા પડાવીને બીજા દિવસે મહિલા પોલીસ સ્ટેશનમા દુષ્કર્મની અરજી કરી.

મહિલા પોલીસે અરજીની તપાસના નામે વેપારીને બોલાવ્યો. બન્ને વચ્ચે સમાધાનની વાત કરી. આ યુવતી અને તેના સાગરીત જીતેન્દ્ર મોદીએ રૂપિયા 5 લાખની માગ કરી. અંતે બે લાખમા સમાધાન થયું. આ હનીટ્રેપને લઈને વેપારીએ ગેંગ અને પોલીસની સંડોવણીનો આરોપ લગાવ્યો છે.

હનીટ્રેપ ગેંગ અને પોલીસ વચ્ચેની સંડોવણીના આક્ષેપો વેપારીએ કર્યા બાદ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, આ ગેંગ વેપારી બાદ બિલ્ડર પાસેથી પણ રૂપિયા 8 લાખ પડાવ્યો હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો હતો. 

અગાઉ દુષ્કર્મના કેસમાં બે વેપારીઓ નિર્દોષ જાહેર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમા પીઆઈ તરીકે ફરજ બજાવતા ગીતા પઠાણ અને તેની ટીમ આ નેટવર્કમા સંડોવાયેલી હોવાનો ગંભીર આરોપ વેપારીએ લગાવ્યો હતો. તાજેતરમા જ ક્રાઈમ બ્રાંચે બે વેપારીને ખોટા દુષ્કર્મ કેસમા ફસાવવાનું કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓેને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની ભૂમિકા શંકાસ્પદ સામે આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. ત્યારે હનીટ્રેપ ગેંગ સાથે પોલીસની સંડોવણીના આક્ષેપોને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી.

” મહત્વનું છે કે, મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમા પીઆઈ તરીકે ફરજ બજાવતા ગીતા પઠાણ એક રિપોર્ટ ‘

  • મહિલા પોલીસ સાથે મળીને સાત જેટલી ગેર્ગો એક્ટિવ હોવાનું જાણવા મળ્યું.
  • સી.ટી.એમ. રબારી કોલોની પાસે રહેતા ૪૫ વર્ષીય વેપારી સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ મોકલીને મોબાઈલ નંબર મેળવી લીધું હતું ત્યારે મહિલાએ પોતાની ઓળખ રાધિકા મોદી તરીકેની આપી હતી.
  • હાલમાં જે 2 નવેમ્બર 2020 ના રોજ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ ઇ – મહિલા પોલીસ મથકે પી. આઈ. પાટણ લીધી હતી.
  • જેની સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી  જેની અંદર યુવતી ખોટી સાબિત થાઇ તેવું ક્રાઈમ બ્રાન્ચના બી.ડી.ચુડાસમા દ્વારા પત્રકાર પરિષદમાં જાણવામાં આવ્યું હતું.
  • જ્યારે ગીતા પઠાણ  રાજકોટ પોલીસ મહિલા માં હતી ત્યારે પણ તેમણે રઘુવી સિંહ પરમાર (સુરેન્દ્રનગર) ના વિરોધમાં 376 ની કલમ ની વાત કરીને 20 લાખની માગણી કરી હતી પણ રઘુવીર સિંઘ પરમાર હોશિયારી ના કારણે ACB માં બેસી ને ગીતાપઠાણ 250000 આપવાની વાત કરતા ACB ના પી.આઇ. ઝાલાએ રંગે હાથે એલ.આર.ડી .હસમુખ વોરા તેમજ ગીતા પઠાણ ને પકડવી લીધેલો હતો .
  •  આ ફેરનશિપ વળી ફરિયાદ  ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે કે આમાં પી આઈ પઠાણ નો તો કોઈ રોલ તો નથી ?

Share with:


By admin

Rakesh yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!