સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો હતો. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નહીં હોવાનું કહીને અરજદારે તમામ ચૂંટણીના પરિણામો સાથે જાહેર કરવા માંગ કરી છે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.