અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક!! કાર્યવાહીને બદલે છાવરી રહી છે પોલીસ.

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પણ વ્યાજખોરોને સપોર્ટ કરી રહ્યા હોવાનો આરોપ.


ગુજરાત ગીતા ન્યૂઝ :- સરદારનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા ધંધા-રોજગાર ઠપ છે કે રોજ કમાઇને ખાતા કુટુંબને બે વખતનું જમવાનું પૂરું નથી થતું તેવા સમયે નાના-મોટા ધંધા કરતા વ્યક્તિઓ વ્યાજખોરોની લોભામણી લાલચમાં આવીને તગડુ વ્યાજ ચૂકવાતા હોય છે. 
ત્યારે કુબેરનગર વિસ્તારમાં કમલેશ સુરેશભાઈ લાલવાણી નામના વ્યક્તિ જે પોતે ચાની કીટલી કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 12- 3- 2021 ના દિવસે કેટલાક વ્યાજખોરોની થી કંટાળીને તેણે પરિવાર રઝળતો મૂકી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે સમયસર 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જીવ બચી ગયો હતો.
દરમિયાન ડોક્ટરને જાણ થઈ કે વ્યાજખોરોના કારણે પોતાનો જીવ ગુમાવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ડોકટરે સમગ્ર ઘટના પોલીસ કેસ હોવાનું કહી પોલીસને જાણ કરી હતી.【 ( વ્યાજ ખોરોના નામ ની લિસ્ટ (૧) અનિલ ભગવાનદાસ વરલાણી.રૂપિયા .60.000 -20℅ (૨) અનિલ સુખદેવ લાલવાણી..રૂપિયા 1.50.000..-10℅●(૩) હરગોવનદાસ સિદ્ધવાણી .રૂપિયા .2.00.000..-10℅●(૪)જીતુબાઈ બાબુભાઇ સિંધી. .રૂપિયા 2.00.000 -10℅ (૫) રાજુભાઈ .રૂપિયા 1.50.000..- 10℅ (6) સુનિલભાઈ ઊર્ફે બાબુબાઈ .રૂપિયા ..70.000 ..10℅ 】ત્યાર પછી આજ સુધી સરદાનગર પોલીસે આ વ્યાજખોરો ઉપર કોઈપણ પ્રકારની ફરિયાદ કે કાયદાકીય પગલાં લીધાં નથી પણ ફરિયાદી કમર ઉપર જ પોલીસ દબાણ કરે છે સમાધાન કરવા માટે તેમજ ખોટા કેસમાં પોલીસે કમલને પુરાવાની વાત કરે છે.
પોલીસની આરોપીઓને બચવાની નીતિના કારણે કંટાળીને કમલ અને તેના પરિવારના લોકોએ પોલીસ ખખતના  ઉચ્ચ અધિકારીઓ થી રૂબરૂ મુલાકાત કરી તેમ જ રૂબરૂ લેખિત અરજી આપી છે. જેમાં લખેલું છે કે પોલીસ અને  વ્યાજખોરો કેવી રીતે ફરિયાદીને હેરાન પરેશાન કરી રહ્યા છે. વ્યાજખોરોથી પોલીસને મોટી રકમ મળતા પોલીસ વ્યાજખોરોની છાવરી રહી છે. અને એક બાજુ ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો ઉપર તાત્કાલિક ધોરણે અસર થાય તે માટે ગુંડા એકટ ધારાની વાત કરવામાં આવે છે. બીજી બાજુ  પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આવા વ્યાજખોરોને છાવરી રહ્યા છે.આ પ્રજા માં મોટો પ્રશ્ન વિસ્તારમાં ઉઠી રહ્યું છે.કુબેરનગર વિસ્તારની અંદર છેલ્લા કેટલાક સમયથી આ વ્યાજખોરોના ત્રાસ વધી ગયા છે જેના કારણે ગુંડા એક્ટ જેવી ધરાવો આ લોકો પણ લાગશે કે નહીં ? એ મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યું છે ?


અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક!! કાર્યવાહીને બદલે છાવરી રહી છે પોલીસ.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!