ગાંધીનગર : રાજ્યમાં આજથી નવા વર્ષનું આગમન થઇ ગયું છે. ત્યારે આજથી રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યમાં 3 IPS અધિકારીઓની બદલી તેમજ બઢતી કરવામાં આવી છે. જેમાં ડૉ. શમશેરસિંઘને વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે સેન્ટ્રલ ડેપ્યુટેશનથી આવેલા IPS રાજુ ભાર્ગવને ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે વડોદરા પોલીસ કમિશનર આર. બી બ્રહ્મભટ્ટને ADGPમાં ઇન્કવાયરીમાં મૂકાયા તેમજ માનવ અધિકાર વિભાગનો વધારાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં રાજ્યમાં 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યાં હતાં. 2006ની બેંચના 12 અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતાં. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતાં. જ્યારે અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી હતી.જેમાં ડૉ. શમશેરસિંઘને ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB,ગાંધીનગરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેઓને તાજેતરમાં વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે આર.બી. બ્રહ્મભટ્ટને ADGPમાં ઇન્કવાયરીમાં તેમજ માનવ અધિકાર વિભાગનો વધારાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે.
” IPS રાજુ ભાર્ગવ મહેસાણા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં SP તરીકે પણ ફરજ બજાવી ચુક્યાં છે”
IPS રાજુ ભાર્ગવ ગુજરાત કેડરના 1995 બેંચના એડિશનલ ડીજી રેન્કના IPS અધિકારી છે. IPS રાજુ ભાર્ગવ .ગુજરાતમાંથી જ્યારે કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા ત્યારે DIG રેન્કના અધિકારી હતાં. IPS રાજુ ભાર્ગવ ગુજરાતના મહત્વના જિલ્લા જેવા કે પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.