ચૂંટણી તંબુ ગયા અને કોરોના ટેસ્ટિંગના તંબુ તણાયા! મહાનગરોમાં કોરોના વધવાની દહેશત.

અમદાવાદમાં ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અમદાવાદઃ અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓએ કરેલા પ્રચારના કારણે કોરોનાનું સંક્રમણ વકર્યુ છે. કોરોનાના કેસ વધતા અમદાવાદમાં ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મંગળવારે 315 નવા કેસ નોંધાયા હતા જ્યારે 272 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261281 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 1732 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1702 લોકો સ્ટેબલ છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 70, વડોદરા કોર્પોરેશમાં 59, સુરત કોર્પોરેશન 48, રાજકોટ કોર્પોરેશન 39, કચ્છ 10, વડોદરા 9, જામનગર કોર્પોરેશન 7, ખેડા 7, ગાંધીનગર કોર્પોરેશન 6, નર્મદા 6, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 5-5 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 8,13,582 લોકોને પ્રથમ ડોઝ અને 67,300 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.


કોરોના ની ફરી એન્ટ્રી – નેતાઓની રેલી પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ,
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!