29મી વર્ષગાંઠના દિવસે જ ઇઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ બ્લાસ્ટમાં 4-5 કારને નુકસાન થયું હોવાના અહેવાલ દિલ્હીમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સમાપન કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે જ વખતે નાથી થોડેક દૂર ભારતના મિત્ર રાષ્ટ્ર ઈઝરાયલના દૂતાવાસ નજીક બોંબ બ્લાસ્ટ થયો થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને તમામ એજન્સીઓ તેની તપાસમાં જોડાઇ હતી.. બ્લાસ્ટમાં 4 થી 5 કારોને નુંકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વિસ્ફોટ ફુટપાથ નજીક થયો છે. જેના લીધે 4 થી 5 કારના કાચ તૂટ્યાં છે.ઈઝરાયસના દૂતાવાસથી 150 મીટરની દૂરી પર આ બ્લાસ્ટ થયો છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. તેમજ દિલ્હી પોલીસના સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે.બોંબ ધડાકાની તિવ્રતા હુમલાખોરઓ જાણી જોઇને ઓછી રાખીને ડરાવવાનો પ્રયાસ કર્યો, હોવાનું મનાઇ રહ્યું છે. આ અગાઉ 2012માં દિલ્હીમાં ઇઝરાયલી અધિકારીઓ પર બોંબ ધડાકાથી હુમલો થયો હતો. ઇઝરાયલના દુશ્મન દેશો પૈકી કોઇએ દિલ્હીમાં તેને અંજામ આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.રાજધાનીના ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયલનું દૂતાવાસ આવેલું છે. એક અધિરારી પ્રમાણે અમે સાંજે 5.45 કલાકે બ્લાસ્ટની સુચના મળી જે બાદ અમે ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. દેશભરના 63 એરપોર્ટ્સ હાઈએલર્ટ જાહેર દિલ્હીના અતિ સુરક્ષિત વિસ્તારમાં થયેલા બ્લાસ્ટથી દેશભરના 63 એરપોર્ટ્સ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. CISFએ કહ્યું કે, ’63 એરપોર્ટ્સની સાથે મહત્વપૂર્ણ સંસ્થાઓ, સરકારી ઈમારતોની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.’ ગુપ્તચર વિભાગ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સહિત બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે ઉપસ્થિત છે. આજુબાજુના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અજીત ડોભાલે ઇઝરાયેલ સાથે વાતચીત કરી આ મામલે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના ઇઝરાયેલી સમકક્ષ સાથે વાતચીત કરી હતી, અને કહ્યું હતું કે આ મામલે પૂરતી બધી જ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જો કે ઇઝરાયેલે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો.
ભારત – ઇઝરાયલના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ ભારત અને ઇઝરાયલના ડિપ્લોમેટિક રિલેશનશિપની આજે 29મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે ઇઝરાયલના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આજના જ દિવસે 1992માં બંને દેશ વચ્ચે કૂટનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી. ઇઝરાયલના PM નેતન્યાહૂની સાથે વડાપ્રધાન મોદીની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી હતી. 2012માં શું થયું હતું? ફેબ્રુઆરી 2012માં ઈઝરાયેલી દૂતાવાસની એક કારને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહના દિલ્હી ખાતેના સત્તાવાર નિવાસસ્થાન નજીક વિસ્ફોટ કરીને ઉડાવી મુકવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે, રાજદૂતની કાર જ્યારે સિગ્નલ પર ઉભી હતી ત્યારે મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ કાર સાથે બોમ્બ ચિપકાવી દીધો હતો. ત્યાર બાદ માત્ર ગણતરીની સેકન્ડમાં જ અહીં જોરદાર વિસ્ફોટ થયો હતો. કારમાં સવાર ઈઝરાયેલી રાજદ્વારીની પત્ની યેહોશુઆ કોરેન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. કારના પણ ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં.માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ કોણે કર્યો તે અંગેની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી, જો કે પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટ પાછળ કોણ જવાબદાર છે તે હજી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. જ્યાં એક બાજુ રાજધાનીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને રાજધાનીના વિજય ચોકમાં ભારતીય સુરક્ષા દળો તેમની પરંપરાગત બિટિંગ ધ રીટ્રીટ સેરેમની ઉજવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂર ઊભો થઈ હોય તેવુ જણાઈ રહ્યું છે.