અમદાવાદ ના અલ્પેશ ઠાકોર જમીન પચાવી પાડવા મામલે  મોટા નામ આવ્યા સામે,

અમદાવાદ ના અલ્પેશ ઠાકોર જમીન પચાવી પાડવા મામલે મોટા નામ આવ્યા સામે,

Share with:


“અલ્પેશ ઠાકોરે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર કર્યા છે જેમાં તેણે ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રૂપના ઉદય ભટ્ટનું નામ જાહેર કર્યુ છે તો ભાવિક દેસાઈ અને તેની ગેંગનું નામ પણ અલ્પેશ ઠાકોરે જાહેર કર્યુ છે.’

  • અલ્પેશ ઠાકોરે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર
  • અલ્પેશ ઠાકોર પર પણ છે આરોપ
  • ”મારા પર ભૂ-માફિયાના આરોપ ખોટા’

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે, ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલે 250 કરોડની જમીન પચાવી પાડી છે. મુઠીયા-હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી પાડી છે જ્યારે ગેલેક્સી ગ્રૂપના ઉદય ભટ્ટે મુઠીયા-હંસપુરાના ખેડૂતોની 400 કરોડની જમીન પચાવી પાડી છે. ભાવિક દેસાઈએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન બથાવી છે. 

  • મારા પર કોઈ આરોપ સાબિત તો કરી બતાવે
  • અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતુ કે, મારા પર ભૂ-માફિયાના આરોપ સાબિત કરી બતાવે. અમે કાયદેસર રીતે લડાઈ લડીશું. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરીશું. 7-12ના ઉતારા હોય તેના નામે જમીન હોય છે. 
  • શું કહે છે ખેડૂતો?
  • મુઠીયા-હંસપુરાના ખેડૂત અમૃત ઠાકોરનું નિવેદન એવું છે કે, ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલે મારી જમીન પચાવી છે. છેતરપિંડી કરીને જમીન પચાવી પાડી. જ્યારે રામજી ઠાકોરનું કહેવું છે કે, મારી જમીન ઉદય ભટ્ટે પચાવી પાડી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી નથી. વિનુ ઠાકોર કહે છે કે, પોલીસ અમને ધમકાવે છે. ખોટી સહી કરીને જમીન પચાવી લીધી છે. ડુપ્લિકેટ ID આઈકાર્ડ બનાવી દસ્તાવેજ બનાવી લીધા છે. ડુપ્લીકેટ ID કાર્ડ તૈયાર કરવા મુદ્દે તપાસની માગ થઈ રહી છે. 
  • 37 વિઘા જમીન પચાવી પાડ્યાનો અલ્પેશ પર છે આરોપ
  • અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. વિરમગામના સિતાપુરમાં 37 વિઘા જમીન પચાવવાનો આક્ષેપ થયો છે. ધમકી આપી 37 વિઘા જમીન પચાવ્યાનો આક્ષેપ થી રહ્યો છે.નવઘણજી ઠાકોર નામના શખ્સે આક્ષેપ લગાવ્યા છે. આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે 

Share with:


News