ગેંગરેપ નહીં ષડયંત્ર, વેપારીઓને બળાત્કાર કેસમાં ફસાવી દેનાર ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ.

ગેંગરેપ નહીં ષડયંત્ર, વેપારીઓને બળાત્કાર કેસમાં ફસાવી દેનાર ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ.

Share with:


અમદાવાદ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં બે વેપારીઓ સામે થયેલા બળાત્કાર કેસમાં કંઈક નવો જ ખુલાસો થયો છે. બે વેપારીઓ સામે 2 નવેમ્બર, 2020ના રોજ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ આપી હતી. હવે આ ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે.
યુવતીને 1 લાખ રૂપિયા આપી વેપારીઓને ફસાવવા માટે ખાસ આંધ્ર પ્રદેશથી બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં બદલાની ભાવનાથી બે વેપારીઓ રાજકુમાર બુદરાની અને સુશીલ બજાજ સામે એક ષડયંત્ર રચી બળાત્કારના કેસમાં ફસાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જોકે, આ મામલે વેપારીઓની રજુઆત બાદ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે વેપારીઓને ખોટી રીતે ફસાવી દીધાનો ભાંડોફોડ કરી નાખ્યો છે.  બંને વેપારીઓ સામે ફરિયાદ પણ કરી દેવામાં આવી હતી.

જે બાદમાં બંને વેપારીઓએ જેલમાં પણ જવું પડ્યું હતું. આ દરમિયાન તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય કાવતરાખોર ઈરફાન અન્સારીએ બદલો લેવા સમગ્ર તરકટ રચ્યું હતું. આ ષડયંત્રમાં બીજા લોકો પણ સામેલ હતા. તપાસમાં સામે આવ્યું છે કે ઈરફાન અને અજય કોડવાની સામે 2019માં આ વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેથી બંનેએ 40 દિવસ જેલમાં જવું પડ્યં હતું. આનો બદલો લેવા માટે ઇરફાને વેપારીઓને ફસાવવા સમગ્ર કાવતરું રચ્યું હતું.તપાસમાં ખુલ્યું કે, રાજકુમાર બુદરાની અને સુશીલ બજાજ વિરૂદ્ધ ગેંગરેપની ખોટી ફરિયાદ ઇરફાન અન્સારી અને અજય કોડવાનીએ યુવતીને ઉભી કરી ખોટી રીતે કરાવી હતી. ઇરફાને ખોટી ફરિયાદ કરવાના આગલા દિવસે બે વ્યક્તિઓ પાસેથી ₹ 500માં તેમનું સીમન (વીર્ય) ખરીદી લીધું બાદમાં કાચની બંગડીઓની ખરીદી કરી હતી. યોજના મુજબ રાજકુમાર અને સુશીલને સમાધાન માટે નિરજની દુકાને બોલાવી 18 થી 20 મિનિટ વાત કરી રોકી રાખ્યા હતા. બાદમાં દુકાનનો પાછળ આવેલી રૂમમાં ખૂણામાં ચાદર પાથરીને તેની સીમન છાંટયું અને કાચની બંગડીના ટુકડા વિખરી નાખ્યા હતાં. યોજના મુજબ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીને ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા મોકલી હતીનવેમ્બર માસમાં ગોમતીપુર વિસ્તારમાં સરસપુરમાં કાપડના વેપાર કરતા બે વેપારીઓએ દુકાનમાં આવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી હતી.

જેમાં ફરિયાદમાં શંકા ઉપજી હતી અને પોલીસની કામગીરી શંકાસ્પદ લાગતા કપોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગેંગરેપ મામલે તટસ્થ તપાસ થાય તે માટે ક્રાઈમબ્રાન્ચને તપાસનો હુકમ કર્યો હતો. જોકે તપાસ કરતા ખુલ્લી પડી ગઇ હતી. કપડાં મળેલું વીર્ય ગેંગરેપમાં જેણે આરોપી બતાવ્યા એવા રાજકુમાર અને સુશીલના વીર્ય જોડે મેચ થતું ન હતું. આમ સમગ્ર ફરિયાદ ખોટી હોવાનું ખુલ્યું હતું.

Share with:


News