“કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં આવી પહોંચ્યા હતા, મહત્વનું છે કે આજે દેશભરમાં મકર સંક્રાંતિનો પાવન તહેવાર ઉજવાઇ રહ્યો છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘણું કરીને દરેક મોટા તહેવારનીં ઉજવણી” તેમના પરિવાર સંગાથે ગુજરાતમાં કરતાં હોય છે, તેથી આજે પણ તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા.
અમદાવાદ આવીને જગન્નાથ મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા અને આ પ્રસંગે તેમનો પરિવાર પણ તેમની સાથે જ હતો,
જગન્નાથ મંદિરમાં તેમણે વિધિવત શીશ નમાવ્યું હતું અને પૂજા અર્ચના પણ કરી હતી, અને તેની પછી સ્ટાફની સાથે મંદિરના અન્ય ભાગોનું નિરીક્ષણ પણ કર્યું હતું. મહત્વનું છે કે આજે દેશભરમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ આજે પરિવાર સંગ જગન્નાથ મંદિરમાં પવન પર્વે ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા