વીજળી -પાણી સપ્લાય કરાયો બંધ, તો ખેડૂતો માટે રાતે પાણીના ટેંકર લેઇ પહોંચ્યા ‘AAP’ના ધારાસભ્ય.

વીજળી -પાણી સપ્લાય કરાયો બંધ, તો ખેડૂતો માટે રાતે પાણીના ટેંકર લેઇ પહોંચ્યા ‘AAP’ના ધારાસભ્ય.

Share with:


ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાના એક દિવસ બાદ ગુરુવારે યોગી સરકાર તરથી રાજ્યમાં ખેડૂત પ્રદર્શનને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર ખેડૂત માટે પાણીના ટેંકર લઈને પહોંચ્યા હતા.આ બાદ પોલીસ પ્રશાસને ખેડૂતોને અડધી રાત સુધી ગાજીપુર બોર્ડર ખાલી કરવાના મૌખિક આદેશ આપ્યા. ધરણા સ્થળ પર વીજળીનો સપ્લાયની સાથે પાણીનો સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો. આના પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ સમજૂતિ નથી થતી હું ધરણા સ્થળ ખાલી નહીં કરુ. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને ફોન કરી પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવાના આગ્રહ કર્યો છે. ટિકૈતે સ્થાનીય પ્રશાસન પર સહયોગ ન આપવાનો આરોપ લાગવ્યો છે.

  • પાણીના ટેન્કર લેવા માટે દિલ્હી જલ બોર્ડના પ્લાન્ટ પર પહોંચ્યો છું- કુલદીપ કુમાર.
  • આ બાદ આમ આદમી પાર્ટીના કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર રાતના એક વાગે લગભગ પાણીના ટેંકર લઈને દિલ્હી જળ બોર્ડના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. કુલદીપ કુમારે કહ્યું કે હમણા રાતે ખેડૂત નેતા રાકેસ ટિકૈતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે પાણીની વ્યવસ્થા માટે અપીલ કરી હતી. ખેડૂત માટે ગાજીપુર બોર્ડર પર પાણીના ટેન્કર લેવા માટે દિલ્હી જલ બોર્ડના પ્લાન્ટ પર પહોંચ્યો છું.’
  • સંસદમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવશે આપ.
  • આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે રાકેશ ટિકૈત જી સાથે ફોન પર વાત થઈ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પૂરી રીતે ખેડૂતોની સાથે છે. સંજય સિંહે કહ્યું કે રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો સાથે સરકારે દગો કર્યો છે. ખેડૂતો પર હુમલાનું ષડયંત્ર છે. પ્રશાસને પાણી બંધ કરાવી દીધુ. શૌચાલય પણ હટાવી દીધા. આપ સાંસદે કહ્યું કે તાનાશાહી મુર્દાબાદ કાલે સાંસદમાં આપ ખેડૂતોનો મુદ્દો ઉઠાવશે.
  • મે સીએમ અને અધિકારીઓ પર બહું વિશ્વાસ કર્યો.
  • ટિકૈતે કહ્યું કે મે સીએમ (યોગી આદિત્યનાથ) અને અધિકારીઓ પર બહુ વિશ્વાસ કરી લીધો. તમે લોકો મારા બોલાવેલા 500 ખેડૂતોને માર ખવડાવશો. આ ખોટી વાત છે. તે ખેડુતો મારા બોલાવા પર આવ્યા હતા. ટિકૈતે કહ્યું કે મારી ધરપકડ કરાવવા માટે હું તૈયાર છું. તે લોકો મારા વિશ્વાસ પર આવ્યા હતા અને કસ્ટડીમાં જવા તૈયાર હતા. રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો મારું સન્માન છે અને હું તેમને છોડીને નહીં જઉ.

Share with:


News