ATSએ એક કરોડના ડ્રગ્સ સાથે સુલ્તાન નામના શખ્સની કરી ધરપકડ.

ગુજરાત એટીએસએ એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક આરોપીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ, ATSના પીઆઇ ભરવાડને બાતમી મળી હતી, મુંબઇથી એક શખ્સ ગેરકાયદેસર માદક પદાર્થ મેથામ્ફેટાઇનનો જથ્થા સાથે અમદાવાદ આવી રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રેલવે બ્રીજના છેડે આવેલ સાકથી એપાર્ટમેન્ટના દરવાજા પાસે આવેલા માતાજીના મંદિર પાસે આરોપી ડ્રગ્સ લઇને આવતો હોવાની ચોક્કસ બાતમી મળતા એટીએસએ વોચ ગોઠવી હતી.


આ દરમિયાન દરમિયાન બાતમી પ્રમાણે જણાવેલ એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી હતી. જેની પૂછપરછ કરતા આરોપીએ સુલ્તાના ફિરોજ શેખ નામ જણાવ્યું હતું. તપાસ કરતા બેગમાંથી આશરે એક કરોડનું એક કિલો માદક પદાર્થ મેથામ્ફેટાઇન મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવ્યા મળ્યું હતું કે, આ જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમને 18 જાન્યુઆરીએ રાત્રે અંદાજે 9:30 વાગે તેના માણસ મારફતે મુંબઈની શાલીમાર હોટલ પાસે પહોંચાડ્યો છે. ત્યારબાદ સુલ્તાન મુંબઈથી બસમાં બેસી અમદાવાદ આવ્યો હતો. જ્યાં તે અમદાવાદને મુસા સુહાગ કબ્રસ્તાન સામે આવેલા મંદીરની બાજુમાં એક ઈસમને આપવાનો હતો.


હાલ એટીએસએએક કિલો મેથામ્ફેટાઈન ડ્રાગ્સ સાથે સુલ્તાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


શાહીબાગ ખાતે એક કરોડોના ડ્રગ્સ સાથે મુંબઇના એક શખ્સની ધરપકડ.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!