બનાસકાંઠામાં RTI કરનાર પર હુમલો, 3 વ્યક્તિઓ ઘાયલ, સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

બનાસકાંઠામાં RTI કરનાર પર હુમલો, 3 વ્યક્તિઓ ઘાયલ, સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

Share with:


દિયોદર: સરહદી જિલ્લા બનાસકાંઠાના દિયોદરના ચિભડા ગામમાં RTI કરનાર વ્યક્તિ પર જીવ લેણ હૂમલો થયો હોવાની શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ ઘટનામાં સરપંચ સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, બનાસકાંઠાના દિયોદરના ચિભડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે RTI કરનાર એક વ્યક્તિ પર હુમલો થયો છે. સત્ય બહાર ન આવે એટલે આ જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે.

સરપંચ સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

ચિભડા ગ્રામ પંચાયતના સરપંચ સહિત 6 લોકોએ ઘરે આવીને હૂમલો કર્યો હતો એટલું જ નહીં પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઘટનામાં ભ્રષ્ટાચારના મામલાને દબાવવા માટે ગામના સરપંચ સહિતના લોકો કોશિશ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે વાત હાથમાં ના રહી તો જીવલેણ હૂમલો કરી દીધો હતો. પોલીસે ચિભડા ગામના સરપંચ સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.!

Share with:


News