અમદાવાદ રેન્જ IG ઓફિસર કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન, પોલીસબેડામાં શોકનો માહોલ.

અમદાવાદ રેન્જ IG ઓફિસર કેસરીસિંહ ભાટીનું હાર્ટએટેકથી દુ:ખદ અવસાન, પોલીસબેડામાં શોકનો માહોલ.

Share with:


અમદાવાદના રેન્જ ઓફિસર હતા કેસરીસિંહ ભાટી 
ગુજરાતના વરિષ્ઠ આઇપીએસ અધિકારી હતા કેસરીસિંહ ભાટી 
વડોદરાના જોઇન્ટ કમિશ્નર તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે 

ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG ઓફિસર તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે ચાલુ ફરજે અવસાન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને આ હુમલો તેમના માટે જીવલેણ નીવડ્યો હતો. તેમના અવસાનથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.અમદાવાદ રેન્જ આઇપીએસ અધિકારી તરીકે કાર્યરત કેસરીસિંહ ભાટીનું આજે દુ:ખદ અવસાન થતાં સમગ્ર પોએલઆઇએસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે, મહત્વનું છે કે કેસરીસિંહ ભાટી ચાલુ ફરજે હતા ત્યારે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ નીવડ્યો હતો.

મળી ચૂક્યો છે પોલીસ મેડલ 

Share with:


News