ગુજરાતના ચાર મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. એટલે કે આગામી 15 દિવસ હજુ પણ કરફ્યૂ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ છે.
રાત્રિ કર્ફ્યૂને હટાવવા મામલે આજે નિર્ણય લેવાયો કે, ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રહેશે.