મેઘાણીનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની બીજી ઘટનાઓ સામે આવી!

મેઘાણીનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની બીજી ઘટનાઓ સામે આવી!

Share with:


અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં છરી વડે હુમલાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં એક મોત ના મોહ માં એટલેકે ખુબજ સિરિયસ છે  જ્યારે બીજી ઘટનામાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જુની અદાવત રાખી શખ્સે પત્નીના પૂર્વ પતિને રહેંશી નાખ્યો હતો. જો કે હાલ ખુબજ ગંભીર પરિસ્થિતિ માં છે , જ્યારે બીજી ઘટનમાં નજીવી બાબતમાં ચાર બદમાશોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો હતો. હાલ બન્ને યુવકો સારવાર હેઠળ છે. ત્યારે આ મામલે મેઘાણીનગર પોલીસે બન્ને ફરિયાદને આધારે ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.


મેઘાણીનગર વિસ્તારમાં ચંદનનગર ભાર્ગવ રોડ ખાતે આવેલ મોહનભાટીની ચાલીમાં રહેતા જીતેન્દ્રસિંહ તોમરની અદાવત રાખી મનિષ બધેલ નામના શખ્સે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યા છે. મનિષ બધેલ અડધી રાતે ઘરમાં ઘુસી જીતેન્દ્રસિંહને ચાકુના ઘા મારી ફરાર થઇ ગયો હતો. જો કે હાલ માં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.


ફરિયાદ મુજબ, જીતેન્દ્રસિંહ તોમરના 2016માં વટવા ખાતે રહેતી યુવતી સાથે લગ્ન થયા હતા. જો કે એક મહિના  પહેલા યુવતીએ છુટાછેડા લઇ મેઘાણીનગર વિસ્તારમાં રહેતા મનિષ બધેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. ગત રોજ જીતેન્દ્રસિંહ તોમર ઘરે એકલા હતા તે દરમિયાન અડધી રાતે પૂર્વ પત્નીનો પતિ મનિષ બધેલ ધસી આવ્યો હતો. અને ગાળાગાળી કરી અચાનાક જીતેન્દ્રસિંહને ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં જીતેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. 

મનિષે મારા દિકરાને રાત્રી નો ફાયદો ઉપાડી છરી ના ધા મારી ફરાર થઈ


જિતેન્દ્ર સિંહ ની  માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા દિકારાની પત્નીએ છુટાછેટા છેડા આપી મનિષ બધેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેને લઇ અવાર નવાર ઝઘડા થતાં હતા. જેની અદાવત રાખી મનિષે મારા દિકરાને રાત્રી નો ફાયદો ઉપાડી છરી ના ધા મારી ફરાર થઈ ગયો છે. આ મામલે જીતેન્દ્ર સિંહ ની  માતાએ મનિષ બધેલ સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

Share with:


News